ચાંદોદમાં સરકારી જમીનમાં દબાણો દૂર કરવા આમરણાંત ઉપવાસ ઃ પારણા કરાવ્યા - Sandesh
  • Home
  • Baroda
  • ચાંદોદમાં સરકારી જમીનમાં દબાણો દૂર કરવા આમરણાંત ઉપવાસ ઃ પારણા કરાવ્યા

ચાંદોદમાં સરકારી જમીનમાં દબાણો દૂર કરવા આમરણાંત ઉપવાસ ઃ પારણા કરાવ્યા

 | 1:17 am IST

ચાંદોદ ઃ ચાંદોદ જ્ઞાાન- સાધના શ્રમના સંચાલકો દ્વારા સર્વે નં. ૧૬ અને ૧૮ નંબરમાં બિન અધિકૃત રીતે કરેલ પ્રવેશ અને કરેલ દબાણ દુર કરવા ગાંધી ચિંધ્યા માર્ગેે આમરણાંત ઉપવાસ પર બેઠેલ ચાંદોદ તાલુકા પંચાયત સીટના સદસ્ય મેહુલ માછી તથા પ્રતિક ઉપવાસ સાથે સહકાર આપનાર ગામના સરપંચ અને નવયુવાનોને ડભોઈ મામલતદારે આક્ષમ પાસેથી કબજો મેળવી ઉપવાસીઓને કબજા પાવતી આપતા આમરણાંત સહ પ્રતિક ઉપલાસનો અંત સાથે ડભોઈના ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર તથા ડભોઈ મામલતદારે લીંબુ પાણી દ્વારા ઉપવાસીઓને પારણા કરાવ્યા હતા.

  •  ડભોઈ ધારાસભ્ય અને મામલતદારે ઉપવાસીઓની મુલાકાત લીધી

ચાંદોદના રેલવે સ્ટેશનથી મેઇન રોડ પર આવતા નાળા પાસે જ્ઞાાન સાધનાશ્રમ આવેલ છે. જે આશ્રમના સંચાલકો દ્વારા સર્વે નં. ૧૬ અને ૧૮ ઉપર બિન અધિકૃત રીતે પ્રવેશ સાતે દબાણો કરી સરકારની જમીનમાંથી વાવેતરો કરી ઉપજો મેળવવાની બુમો ઉઠવા પામી ભૂતકાળમાં પણ આશ્રમ પાસે બ નાવેલ સરકારની જમીનમાં આવાસો માટે રસ્તા બાબતે વિવાદ સર્જાયો હતો. તો વળી આ સર્વે નંબર નવા પોલીસ સ્ટેશન તથા આવાસ માટે પણ વિવાદમાં રહ્યો હતો. આવા અનેક વિવાદો સાથે સંકળાયેલા આશ્રમના સંચાલકો દ્વારા સર્વે નં. ૧૬ તથા ૧૮ અંગે ઘણીવાર ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે આ બાબતે ચાંદોદના મેહુલ માછીએ જરૃરી માહિતી સાથે તા. ૨૬-૧-૧૩ના રોજ ચાંદોદ ગ્રામ પંચાયતને બિન અધિકૃત દબાણ દૂર કરવા અરજી કરી હતી. 

ત્યારબાદ તા. ૧૩-૧૧-૧૪ના રોજ સર્વે નંબર તથા તે અંગેના નકશા અને ઉભા પાકના વાવેતર સાથે સીડી જિલ્લા કલેકટરને પુનઃ અરજી કરી હતી. ત્યારબાદ અરજીના ઉકેલ માટે તબક્કાવાર દબાણ શાખાને તા. ૧૩-૪-૧૫ના દિને તપાસ બાદ દબાણકર્તાને દુર કરવા માટેની કારણદર્શક નોટિસ બજાવવામાં આવી હતી. ત્યારબાદ સમય મર્યાદામાં પોતાની પાસેના જરૃરી પુરાવા સાથે ખુલાસો માટે તા. ૬-૫-૧૫ એ આખરી નોટિસ બ જાવવામાં અને તેમાં ૨૧-૬-૧૫એ મહેતલ આપવામાં આવી હતી.

આમ છતાંય દબાણ દૂર ન થતાં અરજદારે સ્વાગત ફરિયાદ તાલુકા કક્ષાએ ૧૭-૯-૧૫ ત્યારબાદ જિલ્લા કક્ષ ાએ તા. ૧૯-૧-૧૬ના દિને અંતે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ ઓન લાન મુજબ અરજદારે ૧-૨-૧૬ના દિને ફરિયાદ કરી હતી. છતાંય તા. ૧૯-૭-૨૦૧૬ના દિને છેવટે તાલુકા સેવા સદનમાંથી કબજો મેળવવા માટેનો અરજદાર પર ફોન આવતા તે દિવસે અરજદાર સરપંચ તલાટી કમ મંત્રી તથા જાગૃત નવયુવાનો રાહ જોઈ બેઠા હતા.

પરંતુ તે દિવસે પણ અધિકારી શંકા ઉપજાવે તેવી રીતના આ તમામને મળ્યા વગર જતા રહેતા અરજદારે આ બાબતે શું કાર્યવાહી અધિકારીએ કરી તે બાબતે સંપર્ક કરતા તેમનાથી યોગ્ય જવાબ નહીં મળતા તા. ૨૦-૭-૧૬ના બપોરના ૩ કલાકે આમરણાંત ઉપવાસના શસ્ત્ર દ્વારા ઉકેલ માટેના શ્રી ગણેશ કર્યા અને આ બાબતે જવાબદાર અધિકારીઓ પાસે તા. ૧૯-૭-૧૬ના રોજ દબાણની કબજા પાવતી આશ્રમના ધારાસભ્ય ડભોઈ મામલતદાર તથા અન્ય સ્ટાફે ચાંદોદ ખાતે આવી જરૃરી કબજો મેળવ્યાની પાવતી ઉપવાસીઓને આપતા પારણા સાથે ઉપવાસ આંદોલનનો સુખત અંત સાથે ઉપવાસીઓની લડતનો વિજય મનાવ્યો હતો.