ચારિત્ર્યની શંકાએ પતિએ જ ગળાટુંપો આપી પત્નીને પતાવી દીધાનો ધડાકો - Sandesh
  • Home
  • Newspaper
  • ચારિત્ર્યની શંકાએ પતિએ જ ગળાટુંપો આપી પત્નીને પતાવી દીધાનો ધડાકો

ચારિત્ર્યની શંકાએ પતિએ જ ગળાટુંપો આપી પત્નીને પતાવી દીધાનો ધડાકો

 | 5:15 am IST
  • Share

  • રીબડા પાસેથી મળેલી લાશ ઓળખાઈ
  • ત્રણ વર્ષ પૂર્વે પ્રેમ થતા લગ્ન વગર સાથે રહેતા હતા, દોઢ વર્ષનો પુત્ર : વધુ પુછતાછ

। રાજકોટ । રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલ રીબડા ગામના ગેટ પાસે અવાવરું જગ્યા પર યુવતીની ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી હોવાની જાણ થતા રૂરલ એલસીબી, તાલુકા પોલીસ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી જઈ હત્યાની શંકાએ મૃતદેહનું ફેરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી યુવતીની ઓળખ મેળવવા તપાસ કરતા મૃતક યુવતી રાજકોટની હોવાનું અને તેના પતિ સંદીપ સગપરીયાએ જ ચારિર્ત્યની શંકાએ બનાવ સ્થળે લઇ જઈ ગળાટુપો આપી પતાવી દીધાનું બહાર આવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઉઠાવી લઇ હત્યાનો ભેદ ખોલ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રીબડા ગામના ગેટ પાસે અવાવરું સ્થળ પરથી યુવતીની ઘવાયેલી હાલતમાં લાશ મળી હતી પીઆઈ ગોહિલ સહિતના સ્ટાફ્ે તપાસ કરતા આશરે ૨૫ વર્ષની યુવતી જીન્સ અને ટી-શરત પહેર્યા હોય અને ડાબા હાથમાં વીટી, બંગડી, ગળામાં ચેઈન, કાનમાં બુટી, નાકમાં બાલી પહેરેલી હોય અને ડાબા હાથની કોણીમાં મસાના મોટા નિશાન પરથી પોલીસે યુવતીનો ફેટો વાયરલ કરી ઓળખ મેળવવા મથામણ કરી હતી.
દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વી કે ગઢવી સહિતના સ્ટાફ્ે મૃતક યુવતી રાજકોટની હોવાની શંકાએ તપાસ કરતા મૃતક યુવતી કોઠારિયામાં રહેતી સાજીદા સમા ઉફ્ર્ે સંજના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ તપાસ કરતા ત્રણેક વર્ષ પહેલા સાજીદાને સહકાર મેઈન રોડ ઉપર રહેતો અને કન્સ્ટ્રકશનનું કામ કરતા સંદીપ સગપરીયા સાથે પ્રેમ સંબંધ થતા બંને લગ્ન વગર સાથે જ રહેતા હોવાનું અને સંતાનમાં તેને દોઢ વર્ષનો પુત્ર હોવાનું બહાર આવતા પોલીસે શંકાના આધારે પતિ સંદીપને ઉઠાવી લઇ પૂછપરછ કરી હતી.
પોલીસની પૂછપરછમાં છેલ્લા કેટલાક સમયથી સાજીદા ફેનમાં વાત કરતી હોય તે બાબતે ચારિર્ત્યની શંકાએ પતિ સંદીપ અવારનવાર ઝઘડા કરતો હોય તેમજ કામ બાબતે અને પૈસા બાબતે પણ ડખ્ખાઓ વધતા સાજીદા તેના માવતરના ઘેર ચાલી ગઈ હતી ગઈકાલે ફેનમાંબંને વચ્ચે માથાકૂટ થતા પતિ સંદીપે તેને ગોંડલ રોડ ચોકડીએ બોલાવી હતી અને તેને ત્યાંથી એકટીવા પર બેસાડી નીકળ્યો હતો.
દરમ્યાન બંનેને રસ્તામાં પણ ઝઘડો થતા રીબડા પાસે પતિ-પત્ની વચ્ચે જપાજપી થઇ હતી જેથી સાજીદાએ પતિ સંદીપને માથામાં પથ્થરનો ઘા ઝીકી દેતા સંદીપે ગળાટુપો આપી પતાવી દઈ લાશને અવાવરું જગ્યા પર ફ્ેકી દઈ નાશી ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં રટણ કરતા પોલીસે આરોપી પતિને સકંજામાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.
લાશ લઇ આવનાર પોલીસમેનને તબીબે ઉધડો લીધો- શંકાસ્પદ હાલતમાં મળેલ યુવતીનો મૃતદેહ ફેરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે અહીં ફ્રજ પરના પેનલ તબીબે લાશ લઇ આવનાર પોલીસમેનને નબળી કામગીરી કરી હોવાનું કહી ઉધડો લીધો હતો અને મૃતદેહ મહિલા પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો છે કે નહિ, શરીર ઉપર ઈજાના નિશાનો હોય તે સહિતના મુદે ફ્રીથી ઇન્ક્વેઝ ભરવા જણાવી દીધું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો