NIFTY 9,886.35 -5.35  |  SENSEX 32,020.75 +-16.63  |  USD 64.4450 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચાર પુત્રીનાં મોતનું તરકટ રચનાર રમેશ ઝળકિયાને લઈ પોલીસ લીલીયા પહોંચી

ચાર પુત્રીનાં મોતનું તરકટ રચનાર રમેશ ઝળકિયાને લઈ પોલીસ લીલીયા પહોંચી

 | 4:30 am IST

વીમો લેનારા સુરત અને વ્યારાના એજન્ટની પૂછપરછ કરાઈ  

મિયાપુરની શાળામાં એફિડેવિટને આધારે બે દીકરીઓના દાખલા મેળવી લેવાયા

બારડોલી, તા.૨૦

મુળ અમરેલી જિલ્લાના લીલીયાના વતની અને હાલ પાસોદરામાં રહેતા રમેશ ઝળકીયાએ તેના સાળા અને અન્ય સાથે મળીને ચાર દિકરીઓના રેકોર્ડ બોગસ રીતે તૈયાર કરાવી તેમના નામે ૧૮ પોલીસી લઈ વીમો પકવવા કાવતરું રચ્યું હતુ.

મુડત ગામે ગત ૧૪મી માર્ચ વહેલી પરોેઢે પતરાના શેડમાં સુતેલી ચાર દિકરીઓ ગેસનો બાટલો લીકેજ થવાથી લાગેલી આગમાં બળીને રાખ થઈ ગઈ હોવાની બોગસ પોલીસ ફરીયાદ નોંધાવવાના પ્રકરણમાં પોલીસે પ્રાથમિક તપાસમાં જ ફરીયાદી રમેશભાઈએ રચેલા તરકટનો પર્દાફાશ કરી દીધો હતો. રમેશ તુલસી ઝળકીયાએ ચારેય છોકરીઓ જન્મી ન હોવા છતાં પોતાની દિકરી છે તેવા પુરાવાઓ સરકારી કચેરીઓમાં નોંધાવી તેના આધારે ૧૮ પોલીસી લઈ કુલ રૃા.૧૮,પ૮,૯૦પનું પ્રિમિયમ ભર્યુ હતું. આ પોલીસીઓ પકવવા માટે પતરાના શેડવાળાઘરમાં ગેસનો બાટલો લીકેજ કરી ઘરવખરી સાથે ભુંડોને સળગાવી દીધા બાદ રમેશભાઈએ પોતાની દિકરી બળીનને રાખ થઈ ગઈ હોવાનંુ પોલીસને જણાવ્યું હતુ. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં જ રમેશ તુલસી ઝળકીયા(પટેલ) અને તેની મદદગારી કરનારા તેના સાળા ડાહ્યા વાઘજી પટેલ અને મુડતના જમીન દલાલ વીરસીંગ ચોધરીની કરતૂતનો ભાંડો ફટી જતાં તેઓની વિરૂધ્ધ પોલીસે ગુનો દાખલ કરી કોર્ટમાંથી છ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા.

દરમિયાનમાં પોલીસે આ પ્રકરણમાં રમેશભાઈએ જેની પાસેથી એલઆઈસીના વીમાની ૧૪ પોલીસીઓ લીધી હતી તે સુરતના એલઆઈસી એજન્ટ હીરેન પટેલ તેમજ ચાર પોલીસીઓ જેમની પાસેથી મેળવી હતી તેવા વ્યારાની એજન્ટ દિપિકાબેન ચૌધરીની આ મામલે પુછપરછ કરી હતી. જેમાં આ બંને એજેન્ટોને સરકારી કચેરીઓમાંથી દિકરીઓના નામે મેળવેલા ઓરીજનલ પુરાવા રમેશભાઈએ આપ્યા હોવાનું બહાર આવ્યું છે. વધુમાં પોલીસ સોમવારે રમેશ ઝળકીયાને લઈને લીલીયા પહોંચી હતી. ત્યાંથી બે જોડીયા છોકરી તેજસ્વી અને રાજસ્વીના નામના જન્મના દાખલાની તપાસમાં પોલીસ જોતરાઈ છે. ઉપરાંત લીલીયાના રેશનકાર્ડ સહીતના પુરાવાઓની તપાસ થશે.   સુત્રોના જણાવ્યા મુજબ દિકરીઓ દર્શના અને માનસીના જન્મ અંગેના પુરાવાઓ ઉભા કરવા રમેશે મિંયાપુર પ્રાથમિક શાળામાં એફીડેવીટ આધારે શાળા રેકોર્ડ પર નામ દાખલ કરાવ્યા છે. અને તે આધારે શાળામાંથી શાળા છોડયાના પ્રમાણપત્રો મેળવી એલઆઈસીના વીમા લેવામાં આવ્યા છે.