ચિકનગુનિયા ૧૯૫૨-૫૩માં આફ્રિકામાં પ્રથમવાર ફેલાયો હતો - Sandesh
  • Home
  • Baroda
  • ચિકનગુનિયા ૧૯૫૨-૫૩માં આફ્રિકામાં પ્રથમવાર ફેલાયો હતો

ચિકનગુનિયા ૧૯૫૨-૫૩માં આફ્રિકામાં પ્રથમવાર ફેલાયો હતો

 | 3:15 am IST

શું છે આ ચિકનગુનિયા ? તેની ઉત્પતિ ક્યાં અને ક્યારે થઈ ?

મચ્છર ઉપરાતં વાત, કફ-પિત્તના ત્રિ-દોષથી ફેલાતો રોગ છે

વડોદરા ઃ ચીકુન ગુનિયા એક એવો રોગ છે જેણે તાજેતરમાં જ આખા ગુજરાત, મહારાષ્ટ્ર તો શું પુરા ભારત અને હવે અમેરિકા અને બ્રિટનમાં પણ કબજો જમાવ્યો છે. જેને કારણે લોકોને જાતજાતની તકલીફો વેઠવી પડે છે. હાલમાં વડોદરા શહેર, તાલુકા અને જિલ્લામાં પણ મોટાભાગના લોકો આ રોગમાં સપડાયેલા છે.

શું છે ચિકનગુનિયા ?

ચીકુન ગુનિયા એ એક વાયરસ ડિસિઝ છે. અને તે ર્ષ્ઠ-(આલ્ફા વાયરસ) દ્વારા થાય છે. દુનિયામાં સૌપ્રથમ આ વાઈરસ આફ્રિકામાં ૧૯૫૨-૫૩મા દેખાયો હતો. અને તેનું નિદાન થતાં તબીબોએ તેને ચીકુન ગુનિયા એટલે કે બેવડ વાળી દે તેવો તાવ એમ કર્યો હતો. આમ ચીકુન ગુનિયા એ એક આફ્રિકન શબ્દ છે. જેનો ફેલાવો એડીસ-ઈજિપ્તિ ટાઈપના મચ્છર જે ઊંચા અને સફેદ ટપકાંવાળા હોય છે. તેનાથી ફેલાતો રોગ છે.

શું તકેદારી રાખવી?

અત્યારે સિઝનલ ફ્લૂથી બચવા માટે દરરોજ ૧ લિટર પાણીમાં ૧ લીંબુ + ૧ નાનો ગાંગડો સૂંઠ (આખો) ૨૦ પાન તુલસીના નાંખીને તે જ પાણી આખા દિવસ દરમિયાન પીવાથી સિઝનલ ફ્લૂમાં રાહત સાથે તેનાથી બચી શકાય છે. જેની સાથે સુદર્શન ટેબલેટ સવાર-સાંજ ૧-૧ લેવી જોઈએ. હાલમાં તેઓ આ રોગથી બચવા માટેના નિઃશુલ્ક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરી રહ્યા છે.

ડો. આરતી પરિમલ, આયુર્વેદાચાર્ય, નાડી વિશેષજ્ઞા

સંનિપાતિક જ્વર…

આયુર્વેદની દૃષ્ટિએ ચીકુન ગુનિયાના લક્ષણો પરથી તેને સંનિપાતિક જ્વર કહેવાય છે. જેમાં ત્રિદોષ વાત, પિત્ત અને કફની દૃષ્ટિ થઈ રોગની ઉત્ત્પતિ થાય છે. જેના લક્ષણો આયુર્વેદના જણાવ્યા પ્રમાણે થોડીવારમાં ગરમી-દાહ, થોડીવારમાં ઠંડી લાગવી, સાંધામાં અસહ્ય દુઃખાવો, માથામાં વેદના, આંખોમાં લાલાશ, અને આંસુથી ભરેલી મેલી થઈ જાય છે. જેમા દોષ પ્રધાનતા હોય તે મુજબના લક્ષણો જોવા મળે છે.

;