ચૂંટણી ચોપાટ તૈયાર,ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર - Sandesh
  • Home
  • World
  • ચૂંટણી ચોપાટ તૈયાર,ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર

ચૂંટણી ચોપાટ તૈયાર,ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર

 | 10:44 am IST

રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી પ્રમુખપદની ચૂંટણી માટેના પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. રિપબ્લિકન પાર્ટીએ મંગળવારે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં ટ્રમ્પને પ્રમુખપદની ચૂંટણીના સત્તાવાર ઉમેદવાર ઘોષિત કરાયા હતાં. પાર્ટીએ આ સાથે ઉપપ્રમુખપદના ઉમેદવાર માટે માઈક પેંસના નામની પણ જાહેરાત કરી હતી. માઈક પેંસ હાલમાં ઈન્ડિયાનાના ગવર્નર છે.

વીડિયો મારફતે અધિવેશનને સંબોધન કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને ઉમેદવાર બનાવવામાં  આવતાં ગર્વ અનુભવે છે. તેઓ ચૂંટણી જીતીને અમેરિકામાં સાચેસાચ પરિવર્તન લાવશે. તેમણે આ સાથે રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોને અનુરોધ કર્યો હતો કે તેઓ આવી રીતે જ તેમને સમર્થન આપવાનું ચાલુ રાખે.

પ્રમુખપદની ચૂંટણી ઉમેદવાર જાહેર થયા પછી ટ્રમ્પે ટ્વિટ કરતાં કહ્યું હતું કે હું સખત પરિશ્રમ કરીશ અને તેમને શરમમાં નહીં મૂકું. ટ્રમ્પનો સામનો પૂર્વ અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટ સાથે થવાની શક્યતા છે.