ચૂંધેલી  ગામે મનરેગા અને શૌચાલયના કામોમાં ગેરરીતિ આચરાયાનો આક્ષેપ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચૂંધેલી  ગામે મનરેગા અને શૌચાલયના કામોમાં ગેરરીતિ આચરાયાનો આક્ષેપ

ચૂંધેલી  ગામે મનરેગા અને શૌચાલયના કામોમાં ગેરરીતિ આચરાયાનો આક્ષેપ

 | 2:31 am IST

માલદારોના બોગસ ખાતા ખોલાવ્યા

ા પાવીજેતપુર ા

બોડેલી તાલુકાનાં ચૂંધેલી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનાના કામોમાં આને શૌચાલયોમાં માલદારોના જોબકાર્ડ બનાવીને બેંકમાં બોગસ ખાતા ખોલાવીને કૌભાંડ આચર્યા બાબતે છોટા ઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહીતી મુજબ બોડેલી તાલુકાનાં ચૂંધેલી ગ્રામ પંચાયતમાં મનારેગા યોજનાના કામોમાં માલદારોના બોગસ જોબકાર્ડ બનાવીને બોગસ બેન્ક ખાતા બનાવીને નાણાકીય ગેરરીતી આચરી છે. આ મુદ્દે આજે સ્થાનિક આગેવાન દ્વારા આવેદનપત્ર આપીને જવાબદાર લોકો સામે પગલાં ભરવાની માંગ કરાઇ છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ કૌભાંડ મુદ્દે અગાઉ જિલ્લા વિકાસ અધિકારી, છોટાઉદેપુર નાયબ નિયામક જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોડેલી મામલતદાર, સચીવ ગ્રામ વિકાસ વિભાગ ગાંધી નગર, અધિક ગ્રામ વિકાસ કમિશ્નર ગાંધી નગર, જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરને તા. ૧૫/૯/૨૦૨૦, તા. ૨૨/૯/૨૦૨૦ ના રોજ રૂબરૂમાં તેમજ તા. ૭/૭/૨૦૨૧ ના રોજ આર.પી.એ.ડી. થી અરજી આપવામાં આવી છે. એક વર્ષ પહેલા ગાંધીનગરથી તપાસ આવી પરંતુ આજદીન સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી. તો તાકિદે આ અંગે પગલા ભરવા માંગ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;