ચેરિટીનાં પ્રશ્નોનું લોક અદાલતમાં નિરાકરણ લાવો ઃ કાયદા મંત્રી - Sandesh
  • Home
  • Newspaper
  • ચેરિટીનાં પ્રશ્નોનું લોક અદાલતમાં નિરાકરણ લાવો ઃ કાયદા મંત્રી

ચેરિટીનાં પ્રશ્નોનું લોક અદાલતમાં નિરાકરણ લાવો ઃ કાયદા મંત્રી

 | 3:14 am IST

 

ભરૂચમાં નવનિર્મિત ચેરિટી ભવનનું લોકાર્પણ

ા ભરૂચ ા

ચેરિટી તંત્ર ગુજરાત રાજય, જાહેર ટ્રસ્ટો નોંધણી કચેરી ભરૂચની નવનિર્મિત ચેરિટી ભવનનું મહેસુલ, આપત્તિ, વ્યવસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે તકતીનું અનાવરણ કરી તેમજ રીબીન કાપીને લોકાર્પણ કરાયુ હતુ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ નવા મકાનનું મંત્રીએ નિરીક્ષણ કર્યા બાદ ચેરિટી ભવનના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યુ હતુ.

આ અવસરે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, સરકારી કચેરીઓ વધુને વધુ સુવિધાયુકત અને આધુનિક બને તે માટે કાર્યક્ષમ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. મંત્રીએ ભરૂચના વકીલમિત્રો સાથેના પોતાના ભૂતકાળને વાગોળતા ચેરિટી ટ્રસ્ટનો ઉદ્દેશ સમજાવ્યો હતો. તેમણે લોકોના નાણાંથી ચાલતા તમામ ધર્મસ્થાનોની નોંધણી થવી જોઈએ અને કાળજી ચેરિટી કચેરીએ કરવી જોઈએ. ચેરિટીના તમામ પ્રશ્નો અંગે લોક અદાલત યોજાય અને પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ભારપુર્વક જણાવી વકીલોના સહકારથી અપેક્ષા સેવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;