ચોપડવાવ અને નાના કાકડીઆંબા ડેમની જળ સપાટીમાં વધારો થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચોપડવાવ અને નાના કાકડીઆંબા ડેમની જળ સપાટીમાં વધારો થયો

ચોપડવાવ અને નાના કાકડીઆંબા ડેમની જળ સપાટીમાં વધારો થયો

 | 2:45 am IST

૩૫ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી મળવાની આશા બંધાઇ

બન્ને ડેમની સપાટીમાં એક ફૂટથી વધુનો વધારો થયો

। દેડિયાપાડા ।

સાગબારા તાલુકામાં સતત વરસાદના કારણે ચોપડવાવ ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નાના કાકડી આંબા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સાગબારા તાલુકાના ૩૫ ગામોને સિંચાઈના પાણી મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ખેડૂતો ખુશ ખુશાલ થઇ ગયા છે.

ચોપડવાની ડેમની હાલની પાણીની સપાટી ૧૮૪. ૨૦ મીટર છે.પાણની આવક ૨૨૮ ક્યુસેક છે. છેલ્લા ચોવીસ કલાકમાં ચોપડવાવ ડેમની જળસપાટી માં ૪૦ સેન્ટીમીટરનો વધારો થયો છે. ચોપડવાવ ડેમ ૫૭.૭૫ ટકા ભરાયેલો છે. નાના કાકડી આંબા ડેમની સપાટીમાં ૩૦ સેમીનો વધારો થયો છે. હાલની પાણીની સપાટી ૧૮૪.૨૫ મીટર છે. પાણીની આવક ૧૬૦ ક્યુસેક છેે બંને ડેમોની જળ સપાટીમાં સતત વધારો થતા ૩૫ ગામોમાં સિંચાઇ પાણીની આશા બંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;