ચોમાસામાં આ ટિપ્સથી રાખો ફ્રિજમાં એકદમ ફ્રેશ શાકભાજી - Sandesh
  • Home
  • Lifestyle
  • ચોમાસામાં આ ટિપ્સથી રાખો ફ્રિજમાં એકદમ ફ્રેશ શાકભાજી

ચોમાસામાં આ ટિપ્સથી રાખો ફ્રિજમાં એકદમ ફ્રેશ શાકભાજી

 | 11:27 am IST

આજે અમે તમને શાકભાજીને કાપીને ફ્રિજમાં સ્ટોર કરીને મુકવાની સહેલી ટીપ્સ બતાવી રહ્યા છીએ. જેથી કરીને તમારું કામ પણ સહેલાઈથી થઈ જાય અને તેની પૌષ્ટિકતા પણ કાયમ રહે.
 
ટિપ્સ
 – ભીંડા કાપવામાં ખૂબ સમય લાગતો હોય છે. તેથી જો તમે ઈચ્છો છો કે તમે પહેલાથી જ ભીંડા કાપીને મુકો તો તેને સારી રીતે ધોઇ લો અને પછી તેને લુસી લો. ત્યારબાદ તેને કાપીને નેટબેગમાં મુકીને ફ્રિજમાં મુકો. તમે 5 દિવસ સુધી તેને વાપરી શકો છો.
 – લીલા પાનવાળા શાકભાજીના પાનને કાપીને મુકવાનો આગ્રહ રાખો.
– સૂકા, ગળી ગયેલા પાનને તાજા શાકમાંથી તરત જુદા કાઢી લો. નહી તો બધુ શાક ખરાબ થઈ શકે છે.
– પાનવાળા શાકને હંમેશા પેપરમાં લપેટીને મુકો તેનાથી તે તાજા રહેશે.  આ શાક બે દિવસથી વધુ ફ્રિજમાં ન મુકશો.
– બીન્સ તરત બનનારા શાક છે. પણ તેને કાપવામાં ખૂબ સમય લાગે છે. આવામાં તેને પહેલાથી જ કાપીને ફ્રિજમાં મુકી દેવા જોઈએ. પહેલા બીન્સને ધોઈને, કાપીને પાણી સુકવી લો. ત્યારબાદ પ્લાસ્ટિક બેગમાં ભરીને ફ્રિજમાં મુકો.
– ફ્લાવર અને બ્રોકલીને કાપીને ટોવેલમાં લપેટીને ફ્રિજમાં મુકો. તેનાથી તેની નરમાશ અને પોષક તત્વ કાયમ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન