ચોમાસામાં શહેરને બિસમાર રસ્તા, ગંદા પાણી, રોગચાળાની ભેટ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ચોમાસામાં શહેરને બિસમાર રસ્તા, ગંદા પાણી, રોગચાળાની ભેટ!

ચોમાસામાં શહેરને બિસમાર રસ્તા, ગંદા પાણી, રોગચાળાની ભેટ!

 | 3:04 am IST

પાલિકામાં અઢી દાયકાથી ભાજપનું શાસન છતા પ્રજાને પ્રાથમિક સુવિધાના વલખાં

વરસાદે સ્માર્ટ સિટીનો મેકઅપ ઊતાર્યો ઃ બ્રિજ પર ખાડા, કાદવ-કીચડથી ગંદકીનું સામ્રાજ્ય

ા વડોદરા ા

શહેરમાં ભાજપના રાજમાં ચોમસામાં પ્રજાને હાલાકીનો સિલસિલો વર્ષોથી યથાવત રહયો છે. કોરોના કાળમાં વેરો ભર્યો છતાં બિસ્માર રોડ-રસ્તા, ગંદા પાણી અને રોગચાળા સહિત અનેક પ્રાથમિક સુવિધાથી પ્રજા વંચિત છે. પાલિકાની ચંૂટાયેલી અને વહીવટી પાંખની નિષ્કાળજીને કારણે નાગરિકો આપદા ભોગવી રહયાં છે.

વરસાદે ભાજપે શહેરને કરેલો સ્માર્ટ સિટીનો મેકઅપ ઉતારી કાઢયો છે. ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશનના અનગઢ વહીવટથી ચોમાસામાં પ્રજાને મુશ્કેલીનો સામાનો કરવો પડે છે.

વરસાદી પાણીથી રોડ-રસ્તાની હાલત કથળી ગઈ છે. લાલબાગ બ્રિજ સહિત જાહેર રોડ પર ઠેર-ઠેર ખાડા પડી ગયાં છે. ગોત્રી અને તાંલદજા સહિત અનેક વિસ્તારોમાં પાણીના ખાબોચીયા ભરાયેલાં છે. કેટલાંક વિસ્તારમાં ભરાયેલા પાણીનો નિકાલ ન થવાથી કાદવ-કિચડથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. બિસ્માર રોડ-રસ્તા ઉપરાંત નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પણ મળતું નથી. શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રાજપરાની પોળમાં કાળા પાણીની સમસ્યાથી લોકોએ વિરોધ કર્યો હતો. ગંદા પાણી અને ગટર ઊભરાવાની સમસ્યા વિસ્તારમાં રોગચાળો ફેલાવાની લોકોને દહેશત છે. કોર્પોરેશનની સભામાં ભાજપના જ કોર્પોરેટરો દ્વારા અનેક રજુઆતો કરાઈ છતાં પાણીની સમસ્યા ઠેરની ઠેર છે.

ચોમાસામાં ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ડેગ્ન્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, કોલેરો, ઝાડા-ઊલટી જેવા રોગોથી ઘરે-ઘરે બિમારીઓના ખાટલા છે. શહેરમાં ફાટી નિકળેલાં રોગચાળાથી સ્થિતિને નિયત્રણમાં લેવા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચારેય ઝોનમાં યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે છે. જતુંનાશક દવાનો છંટકાવ અને ફોગીંગ જેવી કામગીરી રોજે-રોજ થતી હોવાછતાં ડેગ્ન્યુ અને ચિકનગુનિયાના કેસો પર અંકુશ મેળવી શકાતો નથી.   શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા વિગેરેના ૧૦ હજાર કેસ

 

કોરોના કાળમાં પાણી અને મચ્છર જન્ય રોગોના ૧૦ હજાર કેસો સરકારી ચોપડે નોંધાયાં છે. ડેગ્ન્યુ પોઝિટિવના ૯૯૧ અને ચિકનગુનિયાના ૫૩૨ કેસો છે. આજે મંગળવારે ડેગ્ન્યુના ૩૧ અને ચિકનગુનિયાના વધુ ૧૫ કેસ નોંધાયાં છે.

રોગચાળાથી ત્રસ્ત આ વિસ્તારના કોર્પોરેટરો ઊંઘતા ઝડપાયાં

ડેગ્ન્યુ અને ચિકનગુનિયા કિશનવાડી, પાણીગેટ, રામેદવનગર, વારસીયા, એકતાનગર, નવાપુરા, નવાયાર્ડ, ફતેપુરા, સમા, શિયાબાગ, અટલાદરા, ગોકુલનગર, ગોત્રી, પંચવટી, જેતલપુર, દિવાળીપુરા, કપુરાઈ, ગાજરાવાડી, તરસાલી, દંતેશ્વર, મકરપુરા, યમુનામીલ, છાણી અને માણેજામાં કેસો નોંધાયાં છે. આ વિસ્તારના કોર્પોરેટરો પ્રજાલક્ષી કામગીરીમાં નિષ્ક્રીય રહયાં છે.

કલાદર્શન પાસે બિસમાર રોડનું તાબડતોડ પેચ વર્ક કરાયું

શહેરના પૂર્વ વિસ્તારના કલાદર્શન પાસે જાહેર માર્ગ વરસાદને કારણે ધોવાયો હતો. બિસ્માર રોડ-રસ્તાથી લોકોને પડતી હાલાકીને કારણે કોર્પોરેશનના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્ક કરવામાં આવ્યું હતું. બીજી તરફ, શહેરમાં રખડતા ઢોર અને પશુઓની સમસ્યાનું પણ હજુ સુધી કોઈ નક્કર નિરાકરણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી.

એસએસજીમાં ડેન્ગ્યુનાં ૨૬ કેસ નોંધાયા

શહેરમાં દિવસે ને દિવસે રોગચાળો વધી રહ્યો છે. તેવામાં મંગળવારે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના ૧૮૨ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૨૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત શંકાસ્પદ ચિકનગુનિયાના ૪૫ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૯ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બીજી તરફ મલેરિયાના ૨૭૨ ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક કેસ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે એસએસજીના વિવિધ વિભાગોની ઓપીડી મળીને કુલ ૨૩૯૬ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૨૦૭ દર્દીઓને સારવાર માટે એડમિટ કરાયા હતા.

શહેરમાં કોરોના અને મ્યૂકરના ૩ – ૩ દર્દી નોંધાયા

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેની સાથે મંગળવારે કોરોનાના ૦૩ નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે કોરોનાને મહાત આપીને સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા ૦૩ નોંધાઇ હતી. ઉપરાંત ગંભીર દર્દીની સંખ્યા પણ ૦૩ નોંધાઇ હતી. ઉપરાંત

કોરોનાની સાથે સાથે મ્યૂકરના દર્દીઓમાં પણ ઘટાડો નોંધાયો છે. મંગળવારે મ્યૂકરના ૩ દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી ૧ દર્દી સયાજી હોસ્પિટલમાં અને ૨ દર્દી ગોત્રી હોસ્પિટલમાં નોંધાયા હતા. મંગળવારે ૩૦ દર્દીઓના ઓપરેશન કરાયા હતા. જેમાંથી ૧ દર્દીનું જનરલ એનેસ્થેશિયા આપીને તથા ૨૯ દર્દીઓના લોકલ એનેસ્થેશિયા આપીને ઓપરેશન કરાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;