NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ પગારો મળે તેવી માગ પગાર પંચના પ્રશ્ને ડભોઇ પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાળ પર

છઠ્ઠા અને સાતમા પગાર પંચ મુજબ પગારો મળે તેવી માગ પગાર પંચના પ્રશ્ને ડભોઇ પાલિકાના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાળ પર

 | 2:51 am IST

કર્મચારીઓ દ્વારા નગર પાલિકા કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરાયા

ડભોઇ ઃ ગુજરાત નગર પાલિકા મહામંડળના આદેશ મુજબ ડભોઇ નગર પાલિકાના બધા જ કર્મચારીઓ છઠ્ઠા અને સાતમા પગાર પંચની જોગવાઇઓ મુજબ પગાર મેળવવા માટે સામુહીક ત્રણ દિવસની હડતાળ ઉપર ઉતરી ગયા છે. તે કર્મચારીઓ દ્વારા નગર પાલિકા કચેરી પાસે પોતાની માગ માટે સુત્રોચ્ચાર કર્યો હતો.

ગુજરાત રાજ્ય નગર પાલિકાના મહામંડળના આદેશ મુજબ ગુજરાત રાજ્યના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના સાતમા પગાર પંચ મુજબ વેતન મળતુ થઇ ગયુ છે પણ ગુજરાત રાજ્યની ૧૬૨ નગર પાલિકાઓમાં કેટલીક નગર પાલિકાઓમાં છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મળતા નથી. તો સાતમા પગાર પંચ મુજબ પગારો મળે કયાંથી આ છઠ્ઠા અને સાતમા પગાર પંચની જોગવાઇઓ મુજબ વેતન મળતું થાય તેવી માગ તેમજ નગર પાલિકાઓના કર્મચારીઓના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે વખતો વખત આંદોલન અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી હોવા છતાંય કોઇ ઉકેલ મળતો નથી.

આ માગણી અન્વયે ગુજરાત રાજ્ય નગરપાલિકા મહામંડળના આદેશ મુજબ ગુજરાતભરની ૧૬૨ નગર પાલિકાઓના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાળ પાડી પોતાની માગ સ્વીકારવા માટે માગ કરી રહ્યા છે. તો ડભોઇ નગર પાલિકાના બધા જ કર્મચારીઓ આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે અને તેમને નગર પાલિકા પાસે ભારે સુત્રોચ્ચાર કરી પોતાની માગ દોહરાવી હતી. આ ત્રણ દિવસની હડતાળ પાડતા ડભોઇ નગરના સફાઇ સેવાઓ તદ્દન ઠપ થઇ ગઇ છે. ઉપરાંત રોજે રોજના કામો પણ આ હડતાળને કારણે ઠપ થઇ ગયા છે.

;