છપ્પર ફાડકેઃ ૧ રાતમાં ૨૧ ડેમ છલકાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • છપ્પર ફાડકેઃ ૧ રાતમાં ૨૧ ડેમ છલકાયા

છપ્પર ફાડકેઃ ૧ રાતમાં ૨૧ ડેમ છલકાયા

 | 7:50 am IST
 • Share

 • રાજકોટના ૧૮, જામનગરના ૧૬, મોરબીના ૬ ડેમમાં પાણી આવ્યું
 • રાજકોટઃ ભાદરવો મહિનો વરસાદમાં ભરપુર રહ્યો હોય તેમ ગઈકાલ રાતથી રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં બારે મેધ ખાંગા થયા હોય તેમ ૧થી ર૫ ઈંચ વરસાદ પડતા એક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે જયારે સૌરાષ્ટ્રના ૮૧ ડેમમાંથી ૨૧ ડેમ છલકાઈ ગયા છે અને ૫૧ ડેમમાં ૦ાાથી ૧૩ ફૂટ નવું પાણી આવતા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.
 • બે દિવસ પહેલા સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ ખાલી હોવાથી આગામી ઉનાળામાં પીવાના પાણીની તંગીના ભણકારા વાગી રહ્યા હતા પરતું ગત મધરાતથી શરૂ થયેલ ભારે વરસાદે એક જ રાતમાં જળ સંકટ હરી લીધું હોય તેમ રાજકોટના રપ ડેમમાંથી ૭ ડેમ છલકાવી દિધા છે જયારે ૧૮ ડેમમાં ૦ાાથી ૭ ફૂટ પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે.
 • ભાદરમાં ૦.૦૩, મોજમાં ૨.૨૦, ફોફળમાં ૧.૩૧, વેણુ-રમાં ૦.૨૦, આજી-૧માં ૦.૪૯, આજી-૩માં ૪.૩૦, સુરવોમાં ૦.૯૮, ગોંડલીમાં ૧.૩૧, વાછપરીમાં ૧.૭૧, મોતીસરમાં ૨.૯૫, ખોડાપીપરમાં ૫.૫૮, છાપરવાડી-૧માં ૧.૧૫, ઈશ્વરીયામાં ૫.૯૦, ભાદર-રમાં ૧.૧૫, ફૂટ નવું પાણી આવ્યું છે.
 • જામનગરના ૨૧ ડેમમાંથી ૧૬ ડેમમાં ૦.૭૫થી ૧૩ ફૂટ પાણીની આવક થઈ છે અને ૮ ડેમ ઓવરફલો થયા છે પન્નામાં ૦.૭૫, ફુલઝર-૧માં ૨.૮૫, સપડામા ૧૨.૭૬, ફુલઝર-રમાં ૧૨.૦૧, વીજરખીમાં ૭.૭૧, ફોફળ-રમાં ૩.૧૮, ઉંડ-૩માં ૩.૧૮, આજી-૪માં ૧.૨૫, ઉંડ-૧માં ૧.૯૦, કંકાવટીમાં ૧૧.૪૫, ઉંડ-રમાં ૮.૬૯, વાડીસંગમાં ૨.૯૯, ફુલઝરમાં ૦.૯૫, રૂપારેલમાં ૪.૨૭, ઉમીયાસાગરમાં ૫.૯૧ અને સસોઈ-રમાં ૯.૮૪ ફૂટ નવા પાણીની આવક થઈ છે.
  જયારે મોરબીમાં મચ્છુ-૧માં ૦.૨૦, ડેમી-૧માં ૦.૫૯, ડેમી-રમાં ૦.૪૯, બંગાવડીમાં ૪.૫૯, બ્રાહ્મણીમાં ૦.૫૯, ડેમી-૩માં ૦.૮૨ ફૂટ પાણીની આવક થઈ છે. દ્વારકા જિલ્લામાં પણ ૩ ડેમ છલકાયા છે જયારે ઘીમાં ૧.૫૪, વર્તુ-૧માં ૦.૮૫, વર્તુ-રમાં ૫.૫૮, સોનમતીમાં ૮.૮૯, શેઢા ભાડથરીમાં ૪.૨૭, વેરાડી-રમાં ૪.૧૦, ભોગાવોમાં ૧.૩૧, ભોગાવો-રમાં ૦.૩૯, ફલકુમં ૦.૩૩, ત્રિવેણીઠાંગામાં ૦.૮૨, લીબડીમાં ૦.૧૬ અને સોરઠીમાં ૦.૯૫ ફૂટ પાણીની આવક થઈ છે.
 • ઉપલેટાનો વેણું-૨ અને મોજ ડેમ ઓવરફ્લો
 • ઉપલેટા ઃ વરસાદી વાતાવરણ અને મોસમ દરમ્યાન સીઝનના પહેલા રાઉન્ડમાં ઉપલેટા શહેર અને ડેમ ઉપરના ગામડાઓમાં સારો વરસાદ નોંધાયા બાદ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો જોવા મળ્યો હતો ઉપલેટા શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મોજ ડેમની સપાટી છેલ્લે ૩૯ ફ્ૂટ એ પહોંચી અટકી ગયેલ હતું. અને વેણુ-૨ ડેમ પહેલા વરસાદમાંજ ઓવરફ્લો થયો હતો. ત્યારે ચાલુ મોસમ દરમ્યાન વરસાદના બીજા રાઉન્ડમાં ડેમની ઉપરવાસમાં સારો વરસાદ પડતા મોજ ડેમમાં એકાએક પાણીની આવક શરૂ થયેલ હતી અને જોતજોતામાં વ્હેલી સવારે ૮-૦ વાગ્યે મોજ ડેમ ઓવરફ્લો થતા તેમના ૨૭ પાટીયા ૮ ફ્ુટ જેટલા ખોલવાની ફ્રજ પડી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો