છાડવારામાં પિતા, પુત્ર પર હુમલો કરી હવામાં ગોળીબાર કરાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • છાડવારામાં પિતા, પુત્ર પર હુમલો કરી હવામાં ગોળીબાર કરાયો

છાડવારામાં પિતા, પુત્ર પર હુમલો કરી હવામાં ગોળીબાર કરાયો

 | 2:00 am IST
  • Share

ભચાઉ તાલુકાના છાડવારા ગામે ફરિયાદ કરવાનું મનદુઃખ રાખીને મહિલા, પુરુષોનું ટોળંુ દેશી તમંચો, લાકડીઓ વગેરે હથિયારો ધારણ કરી પિતા, પુત્ર ઉપર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ટોળામાંથી એક ઈસમે દેશી તમંચા વડે દૂરથી હવામાં ગોળીબાર કરતાં ચકચાર મચી ગઈ છે.
ભચાઉ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. છાડવારા ગામે રહેતો મહેશ ગોકર ડાંગર (ઉ.વ.ર૭) આજે બપોરના અરસામાં ઘેર જતો હતો. ત્યારે ફરિયાદ કરવાનું મનદુંખ રાખીને બાજુમાં રહેતા રામજી દેવકરણ ડાંગરના પરિવારના સભ્યો અશ્વિન રામજી ડાંગર અને તેની પત્ની ગીતાબેન ડાંગર, પ્રવીણ રામજી ડાંગર, જમણીબેન રામજી વગેરે  તેના પિતાને ગાળો બોલતા હતા.
મહેશ અને તેના પિતા બહાર નીકળતા રામજી દેવકરણ ડાંગરની બોલેરોમાંથી અરવિંદ કોલી, રામજી વેરશી કોલી, અનિલ ભીમા કોલી તથા બે અજાણ્યા ઈસમો ઉતર્યા હતા. આરોપી મહેશના ઘર તરફ દોડી જઈ પિતા, પુત્રને લાકડી વડે માર માર્યો હતો. ત્યારબાદ અરવિંદ હીરા કોલીએ હાથમાં રહેલ દેશી તમંચાથી હવામાં ગોળીબાર કર્યો હતો. જ્યારે અરવિંદ તલવાર ધારણ કરી યુવાન પાસે ધસી ગયો હતો અને તેને માર માર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનામાં પિતા, પુત્રને નાની- મોટી ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે અંગે ભચાઉ પોલીસે રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો નાંેધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો