છાણીના મોબાઇલ ફોનના શો-રૃમમાંથી ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ કોટાથી ઝડપાઈ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • છાણીના મોબાઇલ ફોનના શો-રૃમમાંથી ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ કોટાથી ઝડપાઈ

છાણીના મોબાઇલ ફોનના શો-રૃમમાંથી ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ કોટાથી ઝડપાઈ

 | 3:22 am IST

છાણી જકાતનાકાના એક શોરૃમમાંથી રૃ.૧૧.૩૦ લાખના ૭૩ મોબાઈલ, રોકડા રૃ.૩.૨૦ લાખની ચોરી કરી હતી

વડોદરા ઃ રાજસ્થાન કોટા અને ત્યાર પછી મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન અને રતલામમાં મોબાઈલ ફોનના મોટા શોરૃમોને ટાર્ગેટ કરીને વડોદરા શહેરમાં છાણી જકાતનાકા વિસ્તારના એક શોરૃમમાંથી રૃ.૧૧.૩૦ લાખની કિંમતના ૭૩ મોબાઈલ ફોન અને રોકડા રૃ.૩.૨૦ લાખની ચોરી કરનાર બિહારની ગેંગ રાજસ્થાન કોટા શહેરમાં ઝડપાઈ હતી.

ફતેગંજ પોલીસે ટ્રાન્સફર વોરંટથી ૮ તસ્કરોની કસ્ટડી મેળવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને વડોદરા શહેરના શોરૃમમાંથી ચોરી કરેલા અડધા કરોડ ઉપરાંતની કિંમતના મોબાઈલ નેપાળના બજારમાં વેચ્યા હોવાની કબૂલાત કરી છે. ટોળકીની પૂછપરછમાં બીજા બે સાગરીતોના નામો ખુલ્યા છે. ૮ ચોરને બુધવારે કોર્ટમાં રજૂ કરતાં ૫ દિવસના મંજૂર કર્યા હતા. શહેરના છાણી જકાતનાકા પાસે આવેલી મિહિર કમ્યુનિકેશન નામના શોરૃમમાં ગત તા. ૨૩મી નવેમ્બર, ૨૦૧૭ની રાતે ચોરી થઈ હતી. દુકાનના શટરનું તાળું તોડીને ઘૂસી ગયેલા તસ્કરો રૃ.૧૧,૩૦,૮૬૬ની કિંમતના ૭૩ મોબાઇલ ફોન અને રોકડા રૃ.૩.૨૦ લાખ મળીને કુલ રૃ.૧૪.૫૦ લાખથી વધુ કિંમતની મત્તા ચોરી ગયા હતા. રાજસ્થાન કોટા પોલીસે તાજેતરમાં બિહારના ૮ સભ્યોની તસ્કર ગેંગ ઝડપી પાડી હતી. જેઓની પૂછપરછમાં વડોદરાના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ફતેગંજ પોલીસે અરુણ શાહ, રામબાબુ રાય, ચંદનકુમાર મહંતો, સંતોષ ચૌધરી, આર્યનકુમાર ઉર્ફ અર્જુન શાહ, બબલુ શાહ, અનિલકુમાર શાહ અને શ્યામબાબુ શાહ (તમામ રહે, બિહાર)ની ટ્રાન્સફર વોરંટથી કસ્ટડી મેળવી છે.

;