છાણીમાં શિક્ષિકાના માથામાં હથોડીના ફટકા મારીને લૂંટ - Sandesh
  • Home
  • Baroda
  • છાણીમાં શિક્ષિકાના માથામાં હથોડીના ફટકા મારીને લૂંટ

છાણીમાં શિક્ષિકાના માથામાં હથોડીના ફટકા મારીને લૂંટ

 | 3:43 am IST

ઘરમાં ટાઈલ્સ ફીટિંગનું કામ કરતા કારીગરનું ઘાતકી કૃત્ય

જીવ બચાવવા ૫૪ વર્ષનાં શિક્ષિકા લોહીલુહાણ હાલતમાં લાશની જેમ પડી રહ્યા

ા વડોદરા ા

છાણી રામાકાકાની ડેરી પાસે નવી બંધાયેલી ક્રિષ્ણા એમ્પાયર બિલ્ડિંગના પાંચમા માળે ફલેટમાં ગઈ કાલે નમતી બપોરે હિંસાનો નગ્ન નાચ થયો હતો. ફલેટમાં ટાઈલ્સનું કામ કરી રહેલો યુવાન સલાટ બેઠક રૃમમાં બેસેલા નિઝામપુરાની ન્યૂ એરા સ્કૂલની શિક્ષિકાના માથામાં ઉપરા-છાપરી હથોડીના ફટકા મારીને દેવસ્થાનમાંથી રોકડા ૯,૦૦૦ અને સોનાની બંગડી તથા ચેન મળીને અડધા લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થયો હતો.

છાણી રામાકાકા ડેરી પાસે યોગીનગર નજીક ક્રિષ્ણા એમ્પાયરમાં રહેતાં પૌલોમી સંદિપભાઈ કાયસ્થ (બ્રાહ્મણ) (ઉ.વ.૫૬) નિઝામપુરાની ન્યૂ એરા સ્કૂલમાં સેકન્ડરીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તેમનાં બંને સંતાન પણ નોકરી કરે છે. પતિનું ૧૪ વર્ષ પહેલાં નિધન થયું હતું. પૌલોમીબેનના ઘરમાં કેટલાક દિવસથી રિપેરિંગ કામ ચાલી રહ્યંુ હતંુ. છાણી કેનાલ રોડ, નરનારાયણ નગરમાં રહેતો જયદિપ અશોક મોજીદ્રા તેમના ઘરમાં કામ કરતો હતો. ગઈ કાલે મંગળવારે બપોરે બે વાગે જયદિપ ત્યાં આવ્યો હતો, તેના હાથમાં હથોડી હતી. તેણે ભત્રીજાને સ્કૂલમાં એડમિશન અપાવવાની વાત કરી હતી. આ વખતે કામવાળી બાઈ પણ ઘરકામ માટે આવી હતી અને જયદિપ નીકળી ગયો હતો. પછી સાંજે લગભગ ૪-૩૦ વાગે તે પાછો આવ્યો હતો. પૌલોમીબેન તે વખતે સોફા પર બેસીને મોબાઈલ ચેક કરી રહ્યાં હતાં. જયદિપે ઘરમાંઆવતાંની સાથે પૌલોમીબેનના માથાના ભાગે હથોડીના ફટકા માર્યા હતા. મારી મા હોસ્પિટલમાં આઈસીયુમાં છે, પૈસાની જરૃર છે, લાવ પૈસા આપ, તેમ જણાવતાં પૌલોમીબેને દેવસ્થાન તરફ આંગળી બતાવી હતી. પરંતુ ત્યાં ૯,૦૦૦ હતા, બીજા પૈસા ક્યાં છે, તેમ પૂછીને ફટકા માર્યા હતા અને તેમની ચેન અને પાટલા કાઢયા હતા. પોતાની ઓળખ છતી ન થઈ જાય તે માટે હત્યા કરવાનો   સલાટનો ઈરાદો હતો. ફર્શ પર લોહીલુહાણ હાલતમાં પડેલાં શિક્ષિકાએ લાશની જેમ પડી રહેવાનું નાટક કરતાં તેઓ મૃત્યુ  પામ્યાં છે તેવંુ સમજી ચાલ્યો ગયો હતો. ત્યાર પછી દોડી આવેલા પાડોશીઓએ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. હોસ્પિટલના બીછાનેથી તેમણે નામજોગ ફરિયાદ નોંધાવી છે.

લૂંટારુ અને શિક્ષિકા વચ્ચેના ડાયલોગ

લૂંટારુ ઃ કેમ છો બેન?

શિક્ષિકા ઃ બસ સારું છે.

લૂંટારુ ઃ મારા ભાઈના દીકરાને તમારી સ્કૂલમાં એડમિશન લેવંુ છે, મળશે?

શિક્ષિકા ઃ શક્ય નથી ભાઈ.

લૂંટારુ ઃ બીજે પ્રયત્ન ચાલુ છે, બેન પાણી પીવડાવશો.

શિક્ષિકા ઃ આ હાથમાં શું છે? હથોડી કેમ લાવ્યા છો?

લૂંટારુ ઃ બી ટાવરમાં થોડંુ કામ ચાલે છે એટલે.

૪-૩૦ વાગે ફરી આવ્યો

લૂંટારુ ઃ એડમિશન બાબતે મારા ભાઈ માનતા નથી, હથોડી ટાવરમાં ભૂલી ગયો હતો તે લેવા આવ્યો.

હુમલો કર્યા પછી

શિક્ષિકા ઃ મને કેમ મારે છે?

લૂંટારુ ઃ મારી મા ૈંઝ્રેંમાં છે, લાવ રૃપિયા ક્યાં છે? હું તને પૂરી કરી નાખીશ.

શિક્ષિકા ઃ બસ હવે નથી.

લૂંટારુ ઃ તંુ જીવતી રહીશ તો પોલીસને જાણ કરીશ એટલે મારી નાખવાની છે.

લૂંટારુના ઘરે પોલીસના દરોડા ૧૨ દિવસથી ઘરે ગયો નથી

છાણી પીઆઈ પી.કે. ચાવડાએ જણાવ્યું હતંુ કે, પોલીસે આરોપીના ઘરે તપાસ કરી હતી. જેનાં માતા-પિતાની પૂછપરછ ચાલી રહી છે. આરોપીએ જે વાત કરી હતી કે, મારી માતા આઈસીયુમાં છે, તે વાત ખોટી છે. હકીકતમાં તેનો ભાઈ જ નથી. માતા-પિતા જણાવે છે કે, ૩૦ ઓગસ્ટથી પુત્ર ઘરે આવ્યો જ નથી.

હુમલાખોર લોહીવાળાં કપડાં થેલીમાં લઈ ગયો

જયદિપ એટલો ચાલાક હતો કે, લોહીનાં ડાઘાવાળાં કપડાં પહેરીને નીકળે તો લોકો ઝડપી પાડે તેમ હોવાથી તેણે પૌલોમીબેનના પુત્ર નિલાંગનાં કપડાં પહેરી લોહીવાળાં કપડાં થેલીમાં મૂકી છુમંતર થઈ ગયો હતો.

બેડરૃમની ગેલેરીમાંથી હેલ્પ માગી તો અંદર ખેંચી લાવ્યો

લૂંટારુએ ઈજાગ્રસ્ત શિક્ષિકાને બેડરૃમમાં પૂરી દીધાં હતાં. ત્યાં સુધી પૌલોમીબેન સભાન હતાં અને મદદ માટે બેડરૃમની ગેલેરીમાં નીકળીને હેલ્પ… હેલ્પની બૂમો પાડતાં હતાં. કોઈ વ્યક્તિની નજર પડે તે પહેલાં લૂંટારુ શિક્ષિકાને ખેંચીને અંદર લઈ આવ્યો હતો.

;