છુપી આવક જાહેર કરવાની નવી ડેડલાઈન ૩૦ સપ્ટેંબર - Sandesh
  • Home
  • Mumbai
  • છુપી આવક જાહેર કરવાની નવી ડેડલાઈન ૩૦ સપ્ટેંબર

છુપી આવક જાહેર કરવાની નવી ડેડલાઈન ૩૦ સપ્ટેંબર

 | 3:24 am IST

મુંબઈ,તા.૨૩

ઇન્કમ ટેક્સ ડિસ્કલોઝર સ્કીમ હેઠળ છુપી આવક જાહેર કરવા માટે આવક વેરા ખાતાએ ૩૦ સપ્ટેંબરની નવી ડેડલાઈન જાહેર કરી છે. લોકેએ આગળ આવીને પોતાની અસ્કયામતો જાહેર કરી આવક વેરો ચૂકવીને આ સ્કીમનો લાભ લેવો જોઈએ,’ એમ પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ એમ. એલ. કરમારકરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ સ્કીમ હેઠળ આવક પર ૩૦ ટકા ટેક્સ લગાડાશે. એ ઉપરાંત ચૂકવવા પાત્ર ટેક્સ પર ૨૫ ટકા કૃષિ કલ્યાણ સેસ અને ૨૫ ટકા પેનલ્ટી લાગશે. ટૂંકમાં ઉક્ત સ્કીમ હેઠળ જાહેર થયેલી આવક પર કુલ ૪૫ ટકા ટેક્સ ભરવાનો રહેશે. આવક વેરા ખાતાના જણાવવા મુજબ ૩૦ નવેંબર સુધીમાં ૨૫ ટકા ટેક્સ, સરચાર્જ અને પેનલ્ટી ચૂકવી દેવી જોઈએ. જ્યારે બાકીના ૨૫ ટકા આવતા વરસે ૩૧ માર્ચ સુધીમાં અને અન્ય ૫૦ ટકા આવતા વરસે ૩૦ નવેંબર સુધીમાં ચૂકવવાના રહેશે. આવક જાહેર કરવી એ રાષ્ટ્ર ઘડતરનું કામ છે અને એમાં સૌએ મદદરૂપ થવું જોઈએ,’ એમ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ (એડમિનિસ્ટ્રેશન) ડી.એસ.બેનુપાનીએ જણાવ્યું હતું. હાલ, આવક વેરા ખાતા પાસે ૯૪ લાખ લોકોના ટ્રાન્જેક્શન્સ સંબંધી માહિતી છે અને ૧૪ જુદા જુદા સ્થળોએથી માહિતી મેળવાઈ રહી છે. આ તમામ માહિતી ગોપનીય છે અને લોકો જો ૩૦ સપ્ટેંબરે સ્કીમ પૂરી થાય એ પહેલા પોતાની અસ્કયામતો જાહેર નહિ કરે તો આવક વેરા વિભાગ એમની સામે પગલા લેવા આ માહિતીનો ઉપયોગ કરશે,’ એવી ચીમકી કરમારકર અને બેનુપનીએઔઆપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન