છેલ્લા વર્ષમાં 86 ટકા લાર્જ-કેપ્સ ફંડે બેન્ચમાર્ક કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું   - Sandesh
  • Home
  • Business
  • છેલ્લા વર્ષમાં 86 ટકા લાર્જ-કેપ્સ ફંડે બેન્ચમાર્ક કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું  

છેલ્લા વર્ષમાં 86 ટકા લાર્જ-કેપ્સ ફંડે બેન્ચમાર્ક કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું  

 | 4:15 am IST
  • Share

છેલ્લાં એક વર્ષમાં ભારતીય બેન્ચમાક્ર્સની સરખામણીમાં મોટાભાગના લાર્જ-કેપ્સ ફ્ંડે અન્ડરપર્ફેર્મન્સ દર્શાવ્યું છે. એસએન્ડપી ઇન્ડાઇસિસ વર્સીસ એક્ટિવ (જીઁૈંફછ) ઇન્ડિયાના લેટેસ્ટ સ્કોરકાર્ડ મુજબ જૂન 2021ના રોજ પૂરા થતાં વર્ષ દરમિયાન 86.2 ટકા સ્થાનિક ઇક્વિટી લાર્જ કેપ ફ્ંડ્સે અન્ડરપર્ફેર્મન્સ દર્શાવ્ય્ાું હતું. મિડ-કેપ ફ્ંડ્સમાં આ પ્રમાણ 57.1 ટકા અને સ્મોલ કેપ ફ્ંડ્સમાં 53.7 જેટલું હતું. ઇએલએસએસ ફ્ંડોએ પણ તેમના સંબંધિત બેન્ચમાર્કની સરખામણીમાં અંડરપર્ફેર્મ કર્યું હતું.

 

એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસિસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિયેટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ જૂન, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં તમામ ઇક્વિટી કેટેગરીઓમાં મિડ અને સ્મોલ-કેપ્સ સૌથી ઊંચું વળતર આપતી ફ્ંડ કેટેગરી હતી. જેમાં એસએન્ડપી બીએસઈ 400 મિડ/સ્મોલ કેપ ઇન્ડેક્સે 90.6 ટકા સાથે સૌથી ઊંચું વળતર આપ્યું હતું. અભ્યાસના સમયગાળામાં વિવિધ ફ્ંડ્સના રિટર્નમાં મોટો ફ્રક જોવા મળ્યો હતો. જેમાં પ્રથમ અને ત્રીજા ક્વાર્ટાઇલ ફ્ંડનું રિટર્ન 27.9 ટકા જેટલું ઊંચું હતું. ભારતય સરકારના 71.4 ટકા બોન્ડ અને 97.9 ઇન્ડિયન કમ્પોઝાઇટ બોન્ડ ફ્ંડ્ઝે પણ જૂન 2021માં પૂરા થયેલા પાંચ વર્ષના ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું હતું. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો