છોકરાઓ સ્લીવલેસ પહેરતી વખતે રાખશે આ વાતોનું ધ્યાન, તો છોકરીઓ થઇ જશે ફિદા - Sandesh
  • Home
  • Lifestyle
  • છોકરાઓ સ્લીવલેસ પહેરતી વખતે રાખશે આ વાતોનું ધ્યાન, તો છોકરીઓ થઇ જશે ફિદા

છોકરાઓ સ્લીવલેસ પહેરતી વખતે રાખશે આ વાતોનું ધ્યાન, તો છોકરીઓ થઇ જશે ફિદા

 | 2:35 pm IST

પોતે બનાવેલી બોડીને શો ઓફ કરવાના પર્પઝથી પુરુષો સ્લીવલેસ જેકેટ કે ટી-શર્ટ પહેરતા હોય છે. કમ્ફર્ટની દૃષ્ટિએ પણ એ બહેતરીન આઉટફિટ છે એમાં કોઇ શંકાને સ્થાન નથી. પ્રોપર ચોકસાઈ સાથે જો સ્લીવલેસ પહેરવામાં આવે તો પુરુષોમાં કેઝ્યુઅલ ડ્રેસિંગમાં બેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની શકે છે. પરંતુ સાથે એ પણ એટલું જ સાચું છે કે સ્લીવલેસ પહેરતી વખતે તમારી બોડી-ટાઇપ કે અન્ય હાઇજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો બહુ મોટું ફેશન-બ્લન્ડર પણ થતાં વાર નહીં લાગે. પોતાની પર્સનાલિટી પ્રમાણે સ્લીવલેસ પહેરવામાં પુરુષોએ શું ધ્યાન રાખવું એ જાણીએ આજે.

તમારી બોડી-ટાઇપ જાણો

– સ્લીવલેસ ટી-શર્ટ પહેલાં તમારા શરીરનો પ્રકાર કેવો છે એ જાણી લેવો, એ પછી જ આગળ વધવું.
– તમારી બોડી-ટાઇપને સ્લીવલેસ સૂટ થશે જ એ જરૂરી નથી. સૂટ નહીં થતું હોય તો પણ જો તમે એ પહેરશો તો તમે ચોક્કસ હાંસીનું પાત્ર જ બની રહેશો.
– જેનો બાંધો મજબૂત છે અને બોડી-બિલ્ડિંગ દ્વારા મસલ્સ બનાવ્યા છે એ જો સ્કિનટાઇટ સ્લીવલેસ ટી-શર્ટ અથવા સ્લીવલેસ જેકેટ પણ પહેરેશે તો બહુ જ સારો લુક મળશે. આમ તો આ ક્લોધિંગ એથ્લેટિક બોડી માટે શ્રેષ્ઠ છે, પરંતુ માનો કે તમારી બોડી એ પ્રકારની નથી તો પણ તમે થોડીક કાળજી સાથે સ્લીવલેસ પહેરી શકો છો. એમાં બે કાળજી રાખવાની. એક તો તમે જે પણ ટી-શર્ટ, જેકેટ કે કેઝ્યુઅલ શર્ટ લો એનું મટીરિયલ સહેજ જાડું હોવું જોઈએ અને એ સ્કિનટાઇટ ન હોવું જોઈએ. તેમ જ એની નેકલાઇન કાં તો રાઉન્ડ શેપની કાં તો ચાઇનીઝ કૉલર હોવા જોઈએ. વી નેક તમારા પર જરાય સૂટ નહીં થાય, કારણ કે એમાં ફ્રન્ટ બોડીનો સારો એવો ભાગ ઓપન રહેતો હોય છે જે પાતળો બાંધો ધરાવતા પુરુષોને નથી સારો લાગતો.
– બને ત્યાં સુધી કસાયેલો બાંધો ધરાવતા લોકોએ જ સ્લીવલેસ પહેરવાનો આગ્રહ રાખવો. જેઓ હજી પાતળા છે તેઓ કસરત અને પ્રોપર ડાયટ દ્વારા પોતાના શરીરને ચુસ્ત બનાવીને પછી આ પ્રકારનું ડ્રેસિંગ કરી શકે છે.
– પ્લેન ચિનોઝ, જીન્સ, ટ્રેક પેન્ટ્સ અથવા શોટ્સ પહેરીને ઉપર સ્લીવલેસ ટોપ પહેરશો તો સારું લાગશે.
– સ્લીવલેસ ટી-શર્ટ કે શર્ટને ક્યારેય – ફોર્મલ સાથે મિસમેચ ન કરવું એ જ યોગ્ય છે, નહીં તો એ તમારા લુકને એકદમ ફની બનાવી દેશે.
– જ્યારે પણ તમે સ્લીવલેસ પહેરો છો ત્યારે તમે તમારા શરીરના અમુક હિસ્સાને રિવીલ કરો છો એટલે તમારા ઓવરઓલ હાઇજીન પર ધ્યાન હોવું જરૂરી છે. જેમ કે સ્લીવલેસ પહેરશો ત્યારે તમારા પસીનાની દુર્ગંધ સીધી લોકોને આવી શકે છે એટલે અન્ડરગાર્મેન્ટસની સ્વચ્છતા પર વિશેષ કાળજી રાખવી.