છોટાઉદેપુરઃ પ્રેમ સંબંધમાં ગર્ભવતી બનેલી કિશોરીની પ્રેમી હત્યા કરી જંગલમાં દાટી દીધી 10 ફૂટ ઊંડે - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરઃ પ્રેમ સંબંધમાં ગર્ભવતી બનેલી કિશોરીની પ્રેમી હત્યા કરી જંગલમાં દાટી દીધી 10 ફૂટ ઊંડે

છોટાઉદેપુરઃ પ્રેમ સંબંધમાં ગર્ભવતી બનેલી કિશોરીની પ્રેમી હત્યા કરી જંગલમાં દાટી દીધી 10 ફૂટ ઊંડે

 | 7:57 pm IST

પ્રેમ સબંધમાં કિશોરીની કોખમાં રહી ગયેલા પાપને છૂપાવવા નરાધામે કરી નાખી પ્રેમીકાની હત્યા અને મ્રુતદેહને જગંલમા ૧૦ ફૂટ ઉડા ખાડામાં દાટી દેવાની સનસનીખેજ ઘટના છોટાઉદેપુરના માણકા ગામે બનવા પામી છે.

છોટાઉદેપુર નજીક વસેડી ગામે આદિજાતી વિકાસ વિભાગ દ્વારા ચાલતી આદર્શ નિવાસી શાળામાં ચિલીયાવાંટ ગામની કિશોરી ધોરણ ૯ મા અભ્યાસ કરતી હતી. ગત ૧૫મી એ કિશોરીની તબીયત નાદુરુસ્ત હોવાના કારણે કોઈક યુવાન સાથે પોતાનો ભાઈ હોવાનુ કહી શાળાની હોસ્ટેલમાંથી ગઈ હતી પરંતુ પરત શાળામા ફરી ન હતી જેની જાણ કિશોરીના પરિવારજનોને થતા પરિવારજનોએ કિશોરીને સગા સંબંધીઓના ત્યાં શોધખોળ કરી પરંતુ કિશોરીની કોઈ ભાળ મળી ન હતી.

જંગલમાં ૧૦ ફૂટ જેટલો ખાડો ખોદીને દાટી દીધી કિશોરીને
છેવટે પરિવારજનો એ પોલીસનો સહારો લીધો અને ગુમ થયા હોવાની ફરીયાદ નોધાવી હતી. પોલીસે શાળા સંચાલકોનો સપંર્ક કરી તપાસ આદરતા કિશોરીને લઈ જનાર ભાઈ નકલી હોવાનું અને તે માણકા ગામનો અજય હોવાનું બહાર આવ્યુ. પોલીસે અજયને પુછતાછ કરતાં ચોકાવનારા ખુલાસા થયા હતા. અજયના પિતારાઈ ભાઈ વિક્રમ રાઠવાનો મરણજનાર કિશોરી સાથે પ્રેમ સબંધ હતો અને જેને લઈ કિશોરીને ગર્ભ રહી ગયો હતો. આ પાપને છૂપાવવા જ વિક્રમ રાઠવા અને અજયે કિશોરીનું ગળુ દબાવી મોતના ઘાટ ઉતારી દીધી હતી. કાયદાના જાળથી બચવા મ્રુતદેહને ગામના સીમાડે આવેલા ડાકણ ડૂંગરીના જંગલમાં ૧૦ ફૂટ જેટલો ઉંડો ખાડો ખોદી દાટી દીધો હતો.

રસોઇયા સાથે થયો સાતમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને
માણકા ગામના વિક્રમ રાઠવા રુનવાડ આશ્રમ શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતો હતો. તે સમય દરમિયાન કિશોરી આ જ શાળામાં ધોરણ સાતમા અભ્યાસ કરતી હતી. વિક્રમની દાનત આ કિશોરી ઉપર ખરાબ થતા તેને કિશોરીને પોતાના પ્રેમજાળમા ફસાવી લીધી હતી. આમ છેલ્લા બે વર્ષથી કિશોરી સાથે તેના પ્રેમ સંબંધ હતા. આ સંબંધમાં વિક્રમે તમામ હદો વટાવી નાખી હતી અને કિશોરી સાથે શારિરીક સંબંધ બાધી પોતાની હવસ સંતોષતો હતો. જેથી કિશોરીને ગર્ભ રહી ગયો હતો.

વિક્રમે કરી લીધા અન્ય યુવતી સાથે લગ્ન
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટૂંક સમય પહેલા જ વિક્રમે અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરી લીધા. હવે એક તરફ પ્રેમીકા ગર્ભવતી અને બીજી તરફ પોતાનું દાપત્ય જીવન વિખવાદ મુકાય તેવી સ્થિતિ સર્જાવાનો ભય હતો. જેથી પોતાના પિતરાઈ ભાઈ સાથે મળી તેણીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

પિતરાઇને કિશોરનો ભાઈ બનાવ્યો મોકલ્યો સ્કૂલમાંથી લેવા
અજયને કિશોરીનો ભાઈ બનાવી સ્કુલમાંથી રજા અપાવી તેનો ગર્ભપાત કરાવી દેવાનું આયોજન કર્યુ. આયોજન મુજબ જ અજય રાઠવા શાળામાં ગયો અને પોતે કિશોરીનો ભાઈ હોવાનું જણાવ્યું પરંતુ શાળા તંત્રે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વિના નકલી ભાઈ ઉપર વિશ્વાસ કેળવી કિશોરીને સોપી દઈ ભયંકર બેદરકારી દાખવી હતી.

વિક્રમ અને અજય કિશોરીને ખેતરની ઓરડીમાં ગર્ભપાતની દવા પીવડાવી
શાળામાંથી છેતરપિંડી કરીને વિક્રમ અને અજય રાઠવા કિશોરીને માણકા ગામના પોતાના ખેતરની ઓરડી મા લઈ ગયા હતા જ્યાં તેને બિન અધિક્રુત રીતે વેચાણ થતી ગર્ભપાતની દવા કિશોરી પિવડાવી હતી જેથી કિશોરીને અસહ્ય દુખાવો ઉપડતા તેને બૂમરાણ મચાવી હતી. જેથી બન્ને જણ વિસામણમાં મૂકાયા અને કિશોરીને ગળુ દબાવી મોતના ઘાત ઉતારી દીધી.