છોટાઉદેપુરના લગામીની વદ્ધાનુંુ દીપડાએ હુમલો કરતાં મોત થયું - Sandesh
  • Home
  • Newspaper
  • છોટાઉદેપુરના લગામીની વદ્ધાનુંુ દીપડાએ હુમલો કરતાં મોત થયું

છોટાઉદેપુરના લગામીની વદ્ધાનુંુ દીપડાએ હુમલો કરતાં મોત થયું

 | 3:13 am IST

વૃદ્ધા બકરા ચરાવવા ગયા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો

વારસદારને સહાયની રકમ ચુકવવાની કામગીરી હાથ ધરાઈ

ા છોટાઉદેપુર ા

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામની વૃદ્ધા ઉપર દીપડાએ હુમલો કરતાં વૃદ્ધાનું મોત નીપજ્યુ હતુ.

છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા રેન્જના લગામી ગામના રહેવાસી કૂચીબેન રૂમલાભાઈ ધાણક લગામી ગામના મોર ડુંગર જંગલમાં બકરા ચરાવવા ગયા હતા. તેે સમયે દીપડાએ હુમલો કરતા તેઓનું મોત નીપજ્યું હતું.  

ઘટનાની જાણ અત્રેના વન વિભાગ છોટાઉદેપુરના નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, તથા મદદનીશ વન સંરક્ષક ડી.એફ્.ગઢવીને થતા તેઓની સુચના મુજબ બનાવના સ્થળે રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર ડોલરીયા, છોટાઉદેપુર, રંગપુર,પાનવડ તથા સ્ટાફ્ સાથે તાત્કાલિક રાત્રી ના ૧૨ કલાકે લગામી ગામે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.   જેમા તપાસ કરતા કુચીબેન રૂમલાભાઈ ધાણક નું શરીરે માથાના ભાગે, પેટના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ લોહી લુહાણ મૃત હાલતમાં હોય જેઓનું વન્યપ્રાણી દિપડાના હુમલાથી તેઓનુ મોત થયુ હતુ. તેઓનું તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ ઝોઝ સી.એસ.સી.ખાતે પોસમોટમ કરવામાં આવ્યું હતું.

આ અંગે સ્થળ ચકાસણી નાયબ વન સંરક્ષક તથા મદદનીશ વન સંરક્ષકની સુચના મુજબ બનાવના સ્થળે રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર ડોલરીયા, છોટાઉદેપુર, રંગપુર તથા સ્ટાફ્ સાથે રહી કરવામાં આવી હતી. જે જગ્યા વન્યપ્રાણી દિપડા દ્વારા હુમલો થયો હતો તે જગ્યા પર દીપડાને રેસ્ક્યુ કરવા માટે પાંજરા મુકવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર કુચીબેન રૂમલાભાઈ ધાણકના સીધી લીટીના વારસદાર તરીકે સેંગલાભાઈ રૂમલાભાઈ ધાણક રે.લગામીને સરકારની વળતર સહાયની રકમ ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;