છોટાઉદેપુરના શિક્ષક નાનુભાઈનું અવસાન થતાં દેહદાન કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • છોટાઉદેપુરના શિક્ષક નાનુભાઈનું અવસાન થતાં દેહદાન કરાયું

છોટાઉદેપુરના શિક્ષક નાનુભાઈનું અવસાન થતાં દેહદાન કરાયું

 | 2:30 am IST

બારીયા પરિવાર દ્વારા નગરમાં દેહદાનનો પ્રથમ કિસ્સો

શિક્ષકની અંતિમ ઈચ્છા પરિવારે પૂર્ણ કરી ઃ પરિવારજનોની પહેલને બિરદાવાઈા છોટાઉદેપુર ા

છોટાઉદેપુર શહેરમાં આવેલ મણીયાર ફ્ળિયાખાતે રહેતા ૮૪ વર્ષના નિવૃત શિક્ષક નાનુભાઈ ભયલાલભાઈ બારીયાનું તા ૧૨/૧૦/૨૧ ના રોજ વહેલી સવારે આકસ્મિક અવસાન થયું હતુંજેઓના પાર્થિવ દેહ નું તેઓના પરિવાર દ્વારા સયાજી હોસ્પિટલના  મેડિકલ કોલેજ વડોદરા ખાતે વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કર્યું હતુ અને બારીયા પરિવારે સમાજને દેહદાનનો સંદેશ પાઠવ્યો હતો.

દેહદાનનો પ્રથમ કિસ્સો છોટાઉદેપુર શહેર ખાતે બન્યો હોય ૮૪ વર્ષીય નિવૃત શિક્ષક   સ્વ નાનુભાઈ બારીયાનું અવસાન થતાં તેમના દેહદાન કરવાની અંતિમ ઈચ્છા તેમના પુત્ર તથા પરિવારે પૂર્ણ કરી હતી. જે અંગે સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજના એનોટોમી વિભાગના વડા તેમજ વિદ્યાર્થીઓએ ભેગા થઈને બે મિનિટનું મૌન પાળી નિવૃત શિક્ષકના પાર્થિવ દેહને શ્રાદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને પરિવારજનો ની આ પહેલને બિરદાવી હતી.    

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;