છોટાઉદેપુરની લાપતા વિર્દ્યાિથનીની જંગલમાં દાટી દેવાયેલી લાશ મળી - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરની લાપતા વિર્દ્યાિથનીની જંગલમાં દાટી દેવાયેલી લાશ મળી

છોટાઉદેપુરની લાપતા વિર્દ્યાિથનીની જંગલમાં દાટી દેવાયેલી લાશ મળી

 | 12:33 am IST

છોટાઉદેપુર, તા.૨૨

છોટાઉદેપુરની સરકારી શાળામાંથી રજા લઈને ગયા પછી વિર્દ્યાિથની છેલ્લાં એક સપ્તાહથી લાપતા હતી, ત્યારે શુક્રવારની સાંજે તે વિર્દ્યાિથનીની લાશ જંગલ વિસ્તારમાં ડુંગર નજીક ખાડામાંથી દાટી દેવાયેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

  • ‘મારી બહેન છે’ તેમ કહીને એક યુવાન ચાલુ શાળાએ લઈ ગયો હતો

છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાટ ગામે રહેતી વિર્દ્યાિથની ૧૭ કિ.મી દૂર આવેલી વસેડી ગામની આદર્શ નિવાસી કન્યા શાળામાં ધો.૯ની અભ્યાસ કરતી હતી. ગત અઠવાડીયે રાબેતા મુજબ આ વિદ્યાર્થીની બપોરની પાળીમાં ચાલતી શાળાએ ગઈ હતી. તે પછી તે ઘરે પાછી આવી જ ન હતી. વિર્દ્યાિથના ચિંતિત પિતાએ શાળામાં તપાસ કરતાં અજય ડુંટીયા રાઠવા નામનો યુવાન શાળાએ આવ્યો હતો અને ક્કમારી બહેન છે, તેને ઘરે લઈ જવું છે’ તેમ કહીને ચાલુ શાળાએ વિર્દ્યાિથનીને રજા લઈને લઈ ગયો હતો. અજય શાળાએથી ૫ કિ.મી. દૂર આવેલા માણકા ગામનો હોવાનું માલૂમ પડતાં વિર્દ્યાિથના પિતા માણસા ગામે પહોંચ્યા હતા. ત્યાં લોકોની પૂંછતાછ કરતા અજય છોકરીને લઈને ગામે આવ્યો હોવાનું માલૂમ પડયું હતું. જો કે વિર્દ્યાિથનીની ભાળ મળી આવી ન હતી.શુક્રવારે સાંજે આ માણકા ગામથી ૨ કિ.મી.ના અંતરે આવેલા જંગલ વિસ્તારમાં ડુંગર નજીક પાંચ ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયેલી હાલતમાં વિર્દ્યાિથનીની લાશ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈને તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટિલના કોલ્ડરૃમમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. વિર્દ્યાિથનીના પિતાની ફરિયાદને આધારે પોલીસે મોડી રાતે અજય અને વિક્રમ રાઠવા નામના યુવાનની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અજય સાથે વિર્દ્યાિથની કેમ ગઈ ? પ્રેમપ્રકરણ હતું ?

મારી બહેન છે તેમ કહીને અજય રાઠવા શાળાએથી વિર્દ્યાિથનીને લઈ ગયો હતો. એટલે કે વિર્દ્યાિથની અજયને ઓળખતી હતી. તેને અજય માણકા ગામે લઈ ગયો હોવાની વાત બહાર આવી રહી છે, ત્યારે અઠવાડીયા પછી વિર્દ્યાિથનીની લાશ મળી આવતા લોકોમાં અજય અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમપ્રકરણ હોવાની વાત પણ ફેલાઈ રહી છે.