છોટાઉદેપુરની સ્કૂલમાંથી ચોરી કરનાર બે ઝડપાયા - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરની સ્કૂલમાંથી ચોરી કરનાર બે ઝડપાયા

છોટાઉદેપુરની સ્કૂલમાંથી ચોરી કરનાર બે ઝડપાયા

 | 8:24 pm IST

છોટાઉદેપુર તા.૧૯

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ખાટીયાવાટ હાઇસ્કૂલમાં થોડા સમય અગાઉ કોમ્પ્યુટર અને સાધનોની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ ઉકેલવા એસપી બરડાએ એલસીબીને સૂચના આપી હતી.

  • જિલ્લાની ખાંટીયાવાડ હાઇસ્કૂલમાંથી ચોરાયેલા સામન કબજે કરાયો

એલસીબી પીઆઇ આરબી દેવધાને બાતમી મળી હતી કે બાઇક પર બે ઇસમો ચોરી લાવેલ કોમ્પ્યુટર સાધનો સાથે પસાર થનાર છે. વોચ દરમિયાન બે ઇસમોને રોક્યા હતાં. જેમાં અમીત રાઠવા (ઉ.૨૦) અને અનિલ રાઠવા (ઉ.૨૦ બંને રહે. મકોડી ગામ બામલા ફળીયા તા. ક્વાંટ) કોમ્પ્યુટર સેટ સીપીયુ એલઇડી મોનીટર બોર્ડ માઉસ, સ્પીકરની જોડ એક તથા મોટર સાઇકલ સહિત કુલ રૃા. ૫૬૪૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ કરતાં કોમ્પ્યુટર દોઢેક માસ અગાઉ તેમના ગામના વનેશ રાઠવા સાથે મળીને ખાંટીયાવાટ સ્કૂલમાંથી ચોરી કરેલનું જણાવ્યું હતું.

આ પૈકીનો બીજો મુદ્દામાલ વનેશના ઘરે સંતાડી રાખેલ હોય તપાસ કરાઇ હતી. જેમાં સીપીયુ, એલઇડી મોનીટર, કીબોર્ડ, માઉસ, યુપીએસ બેટરી, સ્પીકર સેટ જોડી નંગ ત્રણ, ૧૬ પોર્ટવાળી સ્વીચ બોક્સ નંગ ૧ પ્રિન્ટર કેબલ અન્ય સાધનો રુપીયા ૩૫૪૫૦નો મુદ્દામાલ મળી કુલ રુપીયા ૯૧૮૭૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બંને આરોપીની ધરપકડ કરી પાનવડ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતાં. એક આરોપી કાઠીયાવાડ તરફ મજૂરી અર્થે ગયેલ છે.