છોટાઉદેપુરમાં આઠ ઠેકાણે નિરસ ગરબા - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં આઠ ઠેકાણે નિરસ ગરબા

છોટાઉદેપુરમાં આઠ ઠેકાણે નિરસ ગરબા

 | 3:16 am IST

 

રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખેલૈયાઓ જોવાતા નથી

ા છોટાઉદેપુર ા

છોટાઉદેપુર નગરમા ંજુદી જુદી જગ્યાએ નવરાત્રી પર્વને લઇ ગરબાનું આયોજન જુદા જુદા યુવક મંડળો દ્વારા કરવામાં આવ્યુંછે પરંતુ નવરાત્રી શરૃ થયાને ત્રણ દિવસ થયાપરંતુ ખેલૈયાઓ એકત્રિત થતા નથી જેથી છુટા છવાયા ગરબા રમતા આયોજકોમાં નિરાશા જોવા મળી રહી છે. નગરમાં કાલીકામાતાના મંદિર ચોક, રાજપૂત ફળીયા, પોલીસ લાઈન લાઇબ્રેરી રોડ નવાપુરા પોસ્ટ ઓફીસ નિર્મલ સોસાયટી શ્રીજી સોસાયટી ગુરુકૃપા ગરબાનું આયોજન યુવક મંડળો દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખેલૈયાઓ જોવા મળતા નથી. રાત્રીના ૧૦ વાગ્યા પછી શરૃ થતાં ગરબામાં મેદની જોવા મળતી નથી. માત્ર જે તે વિસ્તારના ગરબા રમતા જોવા મળે છે. છેલ્લા ત્રણ દિવસથી આવું થતા નવરાત્રીના ગરબાનો રંગ જામતો નથી. રાત્રીના ૧૨ કલાકે પોલીસના નિયમોને લઇ ગરબા બંધ થઇ જાય છે.આજકાલ છોટાઉદેપુરની આસપાસ પંદર કિ.મી. વિસ્તારમાં આવેલ ધંધોડા પુનીયાવાટ જામલા ઝોઝ દેવહાટ રંગપુર ગામે પણ નવરાત્રીનું આયોજન થતાં શહેર તરફ મેદની ઓછી જોવા મળે છે.નવરાત્રી પર્વને લઇ અત્યારે છોટાઉદેપુર નગર રોશનીથી ઝગમગી રહ્યું છે પાલિકા તંત્રએ પણ સુંદર લાઇટીંગ વ્યવસ્થા કરી છે.

;