છોટાઉદેપુરમાં આદર્શ નિવાસી શાળાની વિર્દ્યાિથનીની હત્યાનો મામલો - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં આદર્શ નિવાસી શાળાની વિર્દ્યાિથનીની હત્યાનો મામલો

છોટાઉદેપુરમાં આદર્શ નિવાસી શાળાની વિર્દ્યાિથનીની હત્યાનો મામલો

 | 11:36 pm IST

છોટાઉદેપુર, તા. ૨૩

છોટાઉદેપુર નજીક આવેલ વસેડી આદર્શ નિવાસી શાળામાં ધો. ૯ માં અભ્યાસ કરતી ચીલીયાવાંટ ગામની યુવતીની ગઇકાલે લાશ મળી આવી હતી. જે બાબતે યુવતીના પિતાની ફરિયાદના પગલે માણકાના અજય રાઠવાની અટકાયત કરાઇ હતી. જેને યુવતી ગર્ભવતી હોય હત્યા કરી હોવાની કબુલાત કરી હતી

  • વસેડી શાળાની વિર્દ્યાિથનીની ગળું દબાવી હત્યા કરાઇ.

માણકાનો અજય રાઠવા તા. ૧૫મીએ વસેડી આદર્શ નિવાસી શાળામાંથી તેના એક મિત્રની મદદથી યુવતીને પોતાની બહેન બતાવી લઇ ગયો હતો. દરમિયાન તા. ૧૬ના રોજ યુવતીની માતા પુત્રીને મળવા શાળાએ આવતા તે મળી ન હતી. ૧૮ના રોજ માતા અને પિતા બંને શાળાએ જ્યાં પુત્રીને અજય રાઠવા લઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પિતા માણકા પહોંચ્યા હતા પરંતુ અજય મળ્યો ન હતો.

ત્યારબાદ અજયને શોધીકાઢી દિકરી વિષે પુછતા તેને જાણ ન હોવાનંુ જણાવ્યંુ હતું. જેથી પિતાને અજય અને તેના મિત્ર વિક્રમ રાઠવા પર શંકા ગઇ હતી.

જેના પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસનો દોર ચાલુ કર્યો હતો. પોલીસે અજય રાઠવાને ઝડપી પાડી પુછપરછ શરૃ કરી હતી. પોલીસ સમક્ષ તેઓએ કરેલ કૃત્યનુ વર્ણન કર્યુ હતું. આદર્શ નિવાસી શાળામાંથી આ યુવતીને લઇ આવ્યા પછી ત્રણ દિવસ સુધી છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ પાસે અજયની ઓળખીતી બે યુવતીઓ ભાડાના મકાનમાં રહેતી હતી. જેમની સાથે બે દિવસ યુવતીને રાખી હતી. ત્યારબાદ તા. ૧૮ના રોજ યુવતીને અજય રાઠવા અને વિક્રમ રાઠવા લઇ ગયા હતા અને માણકા પાસે ખેતરમાં એક ઓરડીમાં રાખી હતી.

જ્યાં રાતના સમયે જઇ ગળુ અને મોઢુ દબાવી મારી નાંખી હતી. યુવતી મરી ગયા પછી આ બંને ડાકણ ડુંગરી પાસે ખાડો ખોદવા ગયા હતા અને ચારથી પાંચ ફુટ ખાડો ખોદીને લાશ લઈ જઇ દાટી દીધી હતી. ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા.

હત્યા પાછળનું કારણ અજયે યુવતી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. વિક્રમ હિંમત રાઠવા રહે. માણકા પરણીત હતો. જેથી ભારે મુશ્કેલીમાં હતો. જેને લઇને આ પગલું ભર્યુ હતું. પોલીસે આ ગુનામાં સામેલ બંને આરોપી અજય ડુરીયા રાઠવા અને વિક્રમ હિંમત રાઠવા બંને રહે. માણકાની અટકાયત કરી છે અને વધુ તપાસ ચલાવી રહેલ છે.