છોટાઉદેપુરમાં ચાલુ વર્ષે મકાઇનું વાવેતર સૌથી વધારે - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં ચાલુ વર્ષે મકાઇનું વાવેતર સૌથી વધારે

છોટાઉદેપુરમાં ચાલુ વર્ષે મકાઇનું વાવેતર સૌથી વધારે

 | 8:33 pm IST

છોટાઉદેપુર, તા.૧૯

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીલાયક જમીન ૨,૦૮,૦૦૦ હેટકટ આવેલ છે. ગત વર્ષે ૧૬૬૦૦ હેકટર જમીનમાં વાવેતર ઓગસ્ટ સુધીમાં થયું હતું. અત્યાર સુધીમાં ૨૫૦૨૩ હેટકર જમીનમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે ૮,૦૦૦ હેક્ટરમાં મકાઇનું વાવેતર કરાયું છે.

  • ૨ લાખ હેકટર પૈકી ૨૫ હેકટર જમીનમાં જ વાવેતર થયું ઃ સારો વરસાદ આવતા વાવણી શરૃ

ચાલુ વર્ષે વરસાદ મોડો આવ્યોછે. જેથી ખેડૂતો પણ ખેતીમાં વરસાદની રાહ જોઇને જોતરાયા હતા. અત્યારે ગણીએ તો માંડ ૨૦ ટકા ઓરાણ થયું કહેવાય છોટાઉદેપુર જિલ્લામાં ખેતી મોટા ભાગે વરસાદ ઉપર આધારીત છે. એમા સૌથી વધારે વાવેતર હાલમાં મકાઇનું જોવા મળી રહ્યું છે.

અત્યારે જિલ્લામા ખેતીને અનુકૂળ વરસાદ પડી રહ્યો છે જેને ખેડૂતો ભારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અને જેઓને ઓરણી બાકી છે તો રાત દિવસ કામમાં ખેતરોની અંદર લાગી ગયા છે.તાજેતરમાં ખેતીવાડી વિભાગ તરફથી મળેલ આંકડાઓ મુજબ સંખેડા- ૨૦૫૦, બોડેલી- ૩૧૬૫, જેતપુર પાવી- ૨૦૪૩, છોટાઉદેપુર- ૮૧૮૦, કંવાટ- ૩૭૨૫, નસવાડી- ૫૮૬૦ હેકટર જમીનમાં વાવેતર થયેલ છે. આ વિસ્તારની અંદર મકાઇ, તુવેર, ડાંગર, કપાસ અને અડદના પાકને ખુબ મહત્વ આપવામાં આવે છે.આદિવાસી છોટાઉદેપુરમાં પીયાત અંગેની પુરતી સગવડ નથી એટલે ચોમાસુ ખેતી ખુબ મહત્વની ગણાય છે. કારણ કે ઘણી ઓછી જમીનમાં પીયાત ખેતી થાય છે.