છોટાઉદેપુરમાં ચોરીની પાંચ મોટર સાઇકલ ઝડપી પાડી - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં ચોરીની પાંચ મોટર સાઇકલ ઝડપી પાડી

છોટાઉદેપુરમાં ચોરીની પાંચ મોટર સાઇકલ ઝડપી પાડી

 | 8:33 pm IST

છોટાઉદેપુર, તા.૧૯

છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા જિલ્લામાં મોટર સાયકલ ચોરીના બનાવો ગુનાઓના આધારે કવાંટ અને પાનવડ તરફ વાહન ચેકીંગ કરી ચોરીની મોટર સાયકલ પકડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જે આધારે ઘનીવાડી પાસે નાકાબંધી કરી મધ્યપ્રદેશ તરફથી આવતા મુકેશભાઇ વાગુભાઇ ભીલાલા રહે. સુમનીયા વાંટ પટેલ ફળીયાને રોકી તેની પાસેની પેશન પ્રો મોટર સાયકલને એમપી ૧૧ એમજી ૨૨૨૮ અંગે પુરાવના માંગતા મળ્યા નથી. જેથી તેની તપાસ કરતા અસલ નં. જીજે૨૧ આર ૩૯૨૩ હતો તેના માલિક સુરેશભાઇ રઘુનાથ આહિર રે. નવસારી હોવાનું બહાર આવ્યું હતું.

  • કવાંટ અને પાનવડમાં ચેકિંગ હાથ ધરતા ચોરીના વાહનો ઝડપાયા

જયારે બીજો એક વ્યક્તિ રેણઘા ગામ તરફથી રાહુલભાઇ મગનભાઇ ભીલાલા રહે. દરખલી હિરો પેશન પ્રો.મો.સા. નં. એમ.પી. ૪૬ એમએફ ૯૦૬૬ લઇને આવ્યો જેનું ચેકીંગ કરતા કોઇ આધાર પુરાવા ન હોય ચેકીંગ કરતા આ મો.સા.નો સાચો નં. જી.જે ૨૧એઇ. ૫૬૭૭ રમેશભાઇ પ્રહાલભાઇ મીસ્ત્રી રે. નવસારીની હતી. રાયછા તરફથી હિરાભાઇ નાનલાભાઇ ભીલાલા મો.સા. હિરો સ્પેન્ડર હતી અને મધ્યપ્રદેશના નંબર લગાડેલ ચેકીંગ દરમિયાન આ મો.સા. ચીખલી પોલીસ સ્ટેશન હદમાંથી ચોરાયેલ હતી.

પાનવડ કુંવારવાડા વિસ્તારમાં એક ઇસમ હિરો હોન્ડા મો.સા. શંકાસ્પદમાં પકડાયેલ જેનુ નામ રાજુભાઇ ગુજરા ભીલાલા રહે. એરબોકડીયા મધ્યપ્રદેશની મોટર સાયકલનો નંબર ચેક કરતા આ મો.સા. કુકસી મધ્યપ્રદેશની હતી. અન્ય એક મો.સા. ચેક કરતા પોતાનુ નામ ઇકલસીંગ ઘુઘસીયા ભીલાલા રહે. દરવાડીયા મધ્યપ્રદેશનો હતો તેની પાસે હિરો હોન્ડા પેશન પ્રો. મા.સાના કોઇ પુરાવા હતા નહી એની તપાસ કરતા એ પણ મધ્યપ્રદેશની ચોરીની હતી.