છોટાઉદેપુરમાં રાત્રીના પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલુ કરાયું - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં રાત્રીના પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલુ કરાયું

છોટાઉદેપુરમાં રાત્રીના પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ચાલુ કરાયું

 | 3:18 am IST

 

નગર બહારના વિસ્તારમાં હોમગાર્ડ-જીઆરડી જવાનો તૈનાત

રાત્રીના ઉભી રહેતી લારીઓ પોલીસે બંધ કરાવી હતી

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીઓ અને મોટર સાયકલોની ઉઠાંતરી વધુ થતાં હવે પોલીસ આક્રમક બની છે અને રાત્રીના એક વાગ્યા પછી ટોળા થઇને બેસી રહેતા અને રખડતા તત્વોને પાઠ ભણાવવાના ચાલુ કરી દીધા છે. રાત્રીના પોલીસે સઘન પેટ્રોલીંગ ચાલુ કર્યું છે.અત્યાર સુધી પેટ્રોલ પંપ ચાર રસ્તા, એસટી ડેપો, કસ્બા વિસ્તારમાં મોડા સુધી લારીઓ ચાલુ રહેતી હતી અને ત્યાં અનેક વ્યક્તિઓ ભેગી થતી હતી. ગપ્પા માર્યા કરતા હતા, ખાણીપીણીની લારીઓ લઇને અસામાજીક તત્વો પણ ત્યાં આવી જતા હતા. આમા ઘણા બહારના હોય તેઓ રાત્રીના ચોરી કરીને જતા રહેતા હોય તેમાં મધ્યપ્રદેશ અને પંચમહાલની વ્યક્તિઓ પ્રત્યે પોલીસને શંકા જતી હતી જેને ધ્યાનમાં રાખી રાત્રીના પેટ્રોલીંગ વધારી દીધું હતું. અને ચાર રસ્તા અથવા જાહેર માર્ગો ઉપર રખડતા તત્વો ઉપર પગલાં ભરવાનું ચાલુ કરતા માર્ગો સુમસામ જોવા મળે છે. આમા સૌથી વધારે દુષણ રાત્રીના ઉભી રહેતી લારીઓ પોલીસે બંધ કરાવતા હવે કોઇ જોવા મળતું નથી.

નગરમાં બહાર વિસ્તારની અંદર રાત્રીના હોમગાર્ડ, જીઆરડી જવાનોને જુદી જદી જગ્યાએ મુકે છે તેઓ પણ રાત્રી દરમિયાન હેરાફેરી કરતી વ્યક્તિઓની પુછપરછ કરે અને જો અજાણી લાગે તો પોલીસને સોંપે તો ઘણો ફેર પડશે.

;