છોટાઉદેપુરમાં ર્વાિષક ૨ કરોડનો ટ્રાવેલ ખર્ચ છતાં  પાંખી હાજરી! - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપુરમાં ર્વાિષક ૨ કરોડનો ટ્રાવેલ ખર્ચ છતાં  પાંખી હાજરી!

છોટાઉદેપુરમાં ર્વાિષક ૨ કરોડનો ટ્રાવેલ ખર્ચ છતાં  પાંખી હાજરી!

 | 2:45 am IST

શાળા સુધી પહોંચાડવા વિદ્યાર્થી દીઠ રૃ. ૪૦૦નો ખર્ચ

શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો નિષ્ફળ જતા જણાયા

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઉચું આવે અને ગામડાના વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ પહોંચે એ માટે સરકાર દ્વારા ર્વાિષક બે કરોડ જેવી રકમ તેઓને શાળાએ પહોંચાડવાનો ખર્ચ (ટ્રાવેલ ખર્ચ) શિક્ષણ વિભાગ દ્વારા કરાય છે છતાં ગામડાની શાળઆઓમાં પાંખી હાજરી બોલે છે.

ગામડાની શાળાઓમાં ૧.૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામે ગામ પ્રાથમિક શાળાઓ ચાલે છે. છતાં પણ જે વિદ્યાર્થીઓ ગામડાઓથી દૂર રહેતા હોય છે. તેઓ માટે વાહનોની સગવડ કરવામાં આવી છે જે કુલ જિલ્લામાં ૧૭૦ જેટલા વાહન ફરે છે. છતાં શિક્ષણનું સ્તર ઉંચુ આવતું નથી.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧ થી ૫ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા ઘરથી એક કિલોમીટર કરતા દુર હોય અને ધોરણ ૬ થી ૮ ની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી ત્રણ કિલોમીટર કરતા વધુ શાળા દુર હોય તો પણ વાહનમાં જવાની સગવડ આપવામાં આવે છે.

આના માટે સરકાર દ્વારા એક વિદ્યાર્થી દીઠ રૃા. ૪૦૦ ખર્ચે છે. જેનો ર્વાિષક ખર્ચ બે કરોડ જેવો આવે છે. આ સગવડ ૫૨૭૧ વિદ્યાર્થીઓને ૧૭૦ વાહનોમાં મળે છે. છતાં પણ ગામડાની શાળાઓમાં વિદ્યાર્થીઓને વાંચતા લખતા પણ આવડતું નથી. ઉપરાંત જે વિદ્યાર્થી માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરે છે, કોલેજોમાં આવે તેઓને બસ પાસની સગવડ દર વર્ષે શિષ્યવૃત્તિની રકમ મળે છે છતાં પણ છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ સુધરતું નથી.

;