છોટાઉદેપુર જિલ્લામાં આઠમને અનુલક્ષીને ઠેર ઠેર નવચંડી થઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • છોટાઉદેપુર જિલ્લામાં આઠમને અનુલક્ષીને ઠેર ઠેર નવચંડી થઈ

છોટાઉદેપુર જિલ્લામાં આઠમને અનુલક્ષીને ઠેર ઠેર નવચંડી થઈ

 | 2:30 am IST

ભક્તોએ શ્રાદ્ધા અને આસ્થાથી ઉમંગભેર ભાગ લીધો

ા છોટાઉદેપુર ા

છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ નવરાત્રી નિમિતે આસો સુદ આઠમ ને લઈ જિલ્લાના માં અંબાના મંદિરોમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માં અંબાની આરાધના કરવામાં આવી હતીજેમાં માઇ ભક્તોએ શ્રાદ્ધા અને આસ્થાથી ઉમંગભેર ભાગ લીધો હતો

છોટાઉદેપુર નગરમાં આવેલ અતિ પ્રાચીન કાલિકા માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ મંદિર સ્ટેટ સમયનું ચમત્કારિક મંદિર છે. જેની સ્થાપના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. અને માં કાલિકા છોટાઉદેપુર રાજવી પરિવારના કુળદેવી છેજેથી આજરોજ આઠમ નિમિતે રાજવી પરિવારના સભ્યો પણ નવચંડી યજ્ઞમાં જોડાયા હતા . અને મહારાજા જય પ્રતાપસિંહ ચૌહાણે યજ્ઞ પૂજાનો લાભ લીધો હતો. અને માં અંબાની આરાધના કરી હતીનગરમાં માં અંબાના મંદિરે, ગાયત્રી મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા શ્રાી હનુમાન મંદિરે  સોની સમાજ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આસો સુદ નોમ અને દુર્ગાષ્ટમી નિમિતે જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ હોમ હવન નવચંડી યજ્ઞ મહાઆરતીનું આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લા માં શક્તિની આરાધના કરી માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતીજિલ્લામાં નવરાત્રી પર્વ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો નવરાત્રી દરમ્યાન ગરબા તથા યજ્ઞોના આયોજનમાં ભક્ત સુરેશભાઈ તલાટીએ વિષેશ યોગદાન આપ્યું હતું. વર્ષોથીતેઓ નવરાત્રી દરમ્યાન નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;