NIFTY 9,441.40 +40.50  |  SENSEX 30,314.95 +126.80  |  USD 64.1250 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • છોટાઉદેપુર જિલ્લામાં વન વિકાસ નિગમ મહુડાની સીધી ખરીદી કરશે

છોટાઉદેપુર જિલ્લામાં વન વિકાસ નિગમ મહુડાની સીધી ખરીદી કરશે

 | 2:39 am IST

સમગ્ર જિલ્લામાં ચાલુ સિઝનમાં મહુડીનો વિપુલ પાક

છોટાઉદેપુર, તા.૨૦

છોટાઉદેપુર જિલ્લામાં વન વિકાસ નિગમ મહુડાની સીધી ખરીદી કરશે. છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે મહુડાનો હાલ ખૂબ મોટા પ્રમાણમાં થયો છે. આ મહુડાના ફૂલનો ભાવ રૃ. ૨૫ એક કિલોના નિગમે નક્કી કર્યા છે. પાક ખૂબ થતાં જથ્થો ખૂબ આવી રહ્યો આમાં એજન્ટને કિલોએ કમીશન રૃા. અઢી નક્કી કર્યા છે.

પરતુ છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓ આદિવાસીઓને પુરો ભાવ આપતા નથી. અને માત્ર રૃ. ૧૫ થી ૨૦માં ખરીદી કરતા આદિવાસીઓને ખૂબ મોટુ નુકસાન જાય છે. આ બાબતે ભારે અસંતોષ વર્તાય રહ્યો છે. જયારે મધ્યપ્રદેશમાં મહુડાના ભાવ ઊંચા હતા. ત્યારે વેપારીઓ પુરા રૃ. ૨૫ આપી ખરીદી કરતા હતા. કારણ કે તેઓને કિલોને રૃ. ૫ મળતા હતા. પરંતુ મધ્યપ્રદેશમાં કિલોના રૃ. ૧૮ થઇ જતા અહીંયાના વેપારીઓ ઠંડા પડી ગયા હતા અને મહુડા વેચવા આવે તેઓ સાથે જુદા જુદા બહાના કરી રૃ. ૧૫ કિલોના આપતા હતા. આ ફરિયાદ વન વિકાસ નિગમ પાસે ગઇ હતી.જેને ધ્યાનમાં રાખીને વન વિકાસ નિગમે આદિવાસીઓને ન્યાય આપવા અર્થે તા.૨૧થી મહુડાની ખરીદી સીધી રૃ. ૨૭.૫૦ કિલોના ભાવે કરનાર છે. એના માટે છોટાઉદેપુર ઝોઝ, પાનવડ, કંવાટ, પાવીજેતપુર મુકામે કેન્દ્રો શરૃ કરનાર છે.

જેઓ મહુડા આપવા આવે તેઓએ આધારકાર્ડ લઇને જશે તો તેઓને સીધો બેંકના ચેક મળી જશે અને જેઓ મહુજા ખરીદ કરતા વેપારી હશે તેઓને ટૂંક સમયમાં ખરીદ નહી કરવા અંગેનો હુકમ આપવામાં આવશે તેમ ડીએફઓ દિગવિજયસિંહ ગોહીલે જણાવ્યું હતું.

1