છોટાઉદેપુર નગરપાલિકાના સસ્પેન્ડ થયેલા પ્રમુખે ફરી સત્તા ગ્રહણ કરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • છોટાઉદેપુર નગરપાલિકાના સસ્પેન્ડ થયેલા પ્રમુખે ફરી સત્તા ગ્રહણ કરી

છોટાઉદેપુર નગરપાલિકાના સસ્પેન્ડ થયેલા પ્રમુખે ફરી સત્તા ગ્રહણ કરી

 | 3:07 am IST

છોટાઉદેપુર પાલિકાના રાજકારણમાં નવો વળાંક આવ્યો

છોટાઉદેપુર

છોટાઉદેપુર નગરપાલિકાના સસ્પેન્ડ થયેલા પ્રમુખ નરેનભાઈ ગુણવંતલાલ જયસ્વાલને કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેટરના હુકમથી નગરપાલિકા ચીફ્ ઓફ્સિરે ચાર્જ ગ્રહણ કરવા પત્ર લખી ચાર્જ સાંભળવા જાણ કરી હતી. જેને પગલે આજરોજ તા ૧૪/૧૦/૨૧ના નગરપાલિકા કચેરી ખાતે નરેનભાઈ જયસ્વાલે પ્રમુખ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.  

છોટાઉદેપુર નગરપાલિકા ના બસપના પ્રમુખ સામે થયેલી પોલીસ ફ્રિયાદને લઈ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી તેઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના નિર્દેશ બાદ કમિશ્નર મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેટર નરેનભાઈ જયસ્વાલને પ્રમુખ તરીકે ચાર્જ સંભાળવા હુકમ કર્યો હતો. જે અંગે છોટાઉદેપુર નગરપાલિકા ચીફ્ ઓફ્સિરે નરેન જયસવાલને ચાર્જ સાંભળવા અર્થે પત્ર લખ્યો હતો. જે મુજબ આજરોજ ગુરૂવારે ફ્રી નરેન જયસવાલ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા હતા. જે અંગે છોટાઉદેપુર પાલિકાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.  

એજ રીતે છોટાઉદેપુર નગરપાલિકા ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્તનો મામલો પણ કોર્ટમાં ચાલતો હોય જેથી ઉપ પ્રમુખની જગ્યા ખાલી પડવાથી કાર્યકારી ઉપપ્રમુખ તરીકે જ્યાં સુધી અન્ય નિમણૂક થાય ત્યાં સુધી જિલ્લા કલેકટરે વંદન જયપ્રકાશ પંડયાની તા ૧૩/૧૦/૨૧ ના રોજ નિમણૂક કરી હતી.   છોટાઉદેપુર નગના ઇતિહાસમાં પ્રથમ વખત યુવાન કોર્પોરેટર વંદનભાઈ પંડયાની કલેકટરે કાર્યકારી ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરાતા કાર્યકરો તથા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને યુવાન નેતાઓમાં આનંદ ફ્ેલાયો હતો.   અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી છે. અગાઉ સૌ પ્રથમ નરેનભાઈ જયસવાલ સામે પાલિકા બોર્ડના ચૂંટાયેલા ૨૮ સભ્યો પૈકી ૨૫ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જે મામલો હજુ હાઇકોર્ટમાં છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા રહેલી નગરપાલિકામાં સત્તાની ખેંચતાણ ને કારણે નગરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;