છોટાઉદેપુર વોરા સોસાયટીમાં લો વૉલ્ટેજની સમસ્યાથી કાયમી છૂટકારો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • છોટાઉદેપુર વોરા સોસાયટીમાં લો વૉલ્ટેજની સમસ્યાથી કાયમી છૂટકારો

છોટાઉદેપુર વોરા સોસાયટીમાં લો વૉલ્ટેજની સમસ્યાથી કાયમી છૂટકારો

 | 3:15 am IST

। છોટાઉદેપુર ।

છોટાઉદેપુર નગરમાં આવેલ વોરા કોલોનીમાં કાયમી લો વોલ્ટેજનો પ્રશ્ન પ્રજાને સતાવી રહ્યો હતો. જે અંગે વોર્ડ ન ૭ ના કોર્પોરેટર વંદન પંડયા દ્વારા  એમજીવીસીએલ ને  રજુઆત કરતા  એમ જી વી સી એલ દ્વારા પ્રશ્નનો  કાયમી ઉકેલ લાવવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર ની વોરા સોસાયટીમાં વિવિધ કેટેગરીના વીજ ગ્રાહકોને છેલ્લા ઘણા સમય થી ખૂબ જ ઓછા વોલ્ટેજ મળવાની સમસ્યા ઉદભવી હતી જેના કારણે આ વિસ્તારના રહીશોને મુશ્કેલી વેઠવી પડતી હતી અને પાણી મોટર સહિતના અન્ય વીજ ઉપકરણો ઉપડતા ન હતા.

આ સમસ્યાના નિરાકરણ માટે વોર્ડ નંબર ૭ ન કોર્પોરેટર વંદન પંડયાને સોસાયટીના રહીશોએ રજૂઆત કરી હતી જેને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે કોર્પોરેટરે નાયબ ઈજનેર  મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ છોટાઉદેપુર ને લેખિત રજૂઆત કરી હતી. આ અંતર્ગત  વોર્ડ નંબર ૭ માં આવેલ બુરહાની સોસાયટી તથા વોરા મસ્જિદ પાસેના વિસ્તારમાં અવારનવાર થતી લો વોલ્ટેજની સમસ્યાનું નિરીક્ષણ કર્યું તથા સમસ્યાના નિરાકરણ માટે જરૂરી વહીવટી મંજૂરી મેળવી નવું ટ્રાન્સફેર્મર મૂકી વોરા સોસાયટીમાં લો વોલ્ટેજની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવ્યો હતો. આમ આ સમસ્યાના કાયમી અને ઝડપી ઉકેલ માટે વોર્ડ નંબર ૭ ના  કોર્પોરેટર  વંદન પંડયા દ્વારા કરવામાં આવેલ  રજૂઆતનો  એક જ મહિનામાં નિકાલ થતા ઈજનેર  તેમજ તમામ લાઈન સ્ટાફ્ કર્મચારીઓનો આભારવ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;