છોટાઉદેપૂર નગરમાં પરપ્રાંતીઓની લારીઓ પુન ઃ ધમધમતી થઈ ગઈ - Sandesh
  • Home
  • Baroda
  • છોટાઉદેપૂર નગરમાં પરપ્રાંતીઓની લારીઓ પુન ઃ ધમધમતી થઈ ગઈ

છોટાઉદેપૂર નગરમાં પરપ્રાંતીઓની લારીઓ પુન ઃ ધમધમતી થઈ ગઈ

 | 3:14 am IST

 

 

દુષ્કર્મની ઘટનાને પગલે પરપ્રાંતીઓને માર પડવાની ધમકી મળી હતી

ઢૂંઢરની ઘટનાને પગલે પાંચ દિવસથી લારીઓ બંધ હતી

 

ા છોટાઉદેપુર ા

સાબરકાંઠા ના ઢૂંઢર ગામમાં બાળકી ઉપર પરપ્રાંતીએ દુષ્કર્મ કરતા કેટલીક વ્યક્તિઓ દ્વારા પરપ્રાંતીઓને એવી ચીમકી મળી હતી હે લારીઓ અહીંયા લાવશો નહીં. જો લારીઓ લાવશો તો માર પડશે જેને પગલે આ ડર ને લઇ છોટાઉદેપુરમાં પરપ્રાંતીઓની ખાણી પીણીની લારીઓ છેલ્લા પાંચ દિવસથી બંધ થઇ ગઇ હતી. અને પર પ્રાંતીઓ પોતાના ઘરે બેસી રહેતા હતા આ મામલો ગુજરાતના ઘણા ગામોમાં હિંસક બનતા પર પ્રાંતીઓ વધુ ગભરાયા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી સમગ્ર જગ્યાએ શાંતિ પથરાતાં અને પોલીસ તંત્ર સક્રિય થતા પર પ્રાંતિઓએ પુનઃ પોતાની ખાણી પીણીની લારીઓ શરૃ કરી છે.

વિરેન્દ્ર ટોકીઝ છોટાઉદેપુર નજીક તથા અન્ય વિસ્તારો શાળા કોલેજો આગળ પાણીપુરી સમોસા ભેળપુરી પાઉ ભાજીની અનેક લારીઓ ઉભેલી જોવા મળે છે. બંધ લારીઓ તા. ૧૧ થી પૂનઃ છુટાછવાયા વિસ્તારમાં ચાલુ થઇ છે.

પાણીપુરી ખાનારા રસિયાઓને પ્રારંભમાં ખબર નહતી એકાએક પાણીપુરી તથા અન્ય વસ્તુ વેચવી લારીઓ કેમ બંધ થઇ ગઇ જેથી તેઓ જુદી જુદી જગ્યાએ તપાસ કરતા હતા.

પરપ્રાંતીઓ ઉપર થતાં હુમલા અંગે કલેક્ટર અને એસપી એ પણ જુદા જુદા ગામમાં મિટિંગ કરી નાગરિકોને સમજાવ્યા હતા. કે આ વ્યક્તિઓ પણ ભારતીય છે જેથી તેઓ ઉપર હુમલો કરવો યોગ્ય નથી.

જિલ્લા સેવા સદનમાં તા. ૧૧ ના રોજ કલેક્ટરે એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી તેમાં પરપ્રાંતીઓ ધંધો કરે છે તેની ચર્ચાઓ થઇ હતી ત્યારે કલેક્ટર સુજલ મયાત્રા એ જણાવ્યું હતું કે પાણીપુરીની લારીઓ વાળા ડર અનુભવતા હોય તો હું જાતે આવી તેઓને સમજાવવા માટે તૈયાર છું તેઓને પુરું રક્ષણ આપવામાં આવશે.

રાજ્યભરમાં ઢુંઢરની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેમાંથી છોટાઉદેપૂર પણ બાકાત ન રહેતા પરપ્રાંતિઓએ પોતાનો વ્યવસાય બંધ રાખ્યો હતો.

;