છ વ્યક્તિઓનો આત્મહત્યાનો પ્રયત્ન, બસો સળગાવવા, બોટાદમાં 144ની કલમ લાગુ - Sandesh
 • Home
 • Rajkot
 • છ વ્યક્તિઓનો આત્મહત્યાનો પ્રયત્ન, બસો સળગાવવા, બોટાદમાં 144ની કલમ લાગુ

છ વ્યક્તિઓનો આત્મહત્યાનો પ્રયત્ન, બસો સળગાવવા, બોટાદમાં 144ની કલમ લાગુ

 | 1:12 pm IST

દલિત અત્યાચારની આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. દલિત પેન્થર દ્વારા આજે ગુજારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત બંધનો સૌરાષ્ટ્ર વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આટકોટ, ગોંડલ, લાલપુર અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં મિશ્ર વલણ દેખાયું હતું.

મળતી માહિતી પ્રમાણે દલિત અત્યાચાર મામલે ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિએ ડે. મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. તો વીરપુર બસ સ્ટેન્ડમાં આશરે 50 જેટલી બસોને ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા વીરપુરમાં જ રોકી દેવામાં આવી હતી.

સૌરાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શનની હાઇલાઇટ્સ

 • પોરબંદર: પોલીસ અને દલિતો વચ્ચે ઘર્ષણમાં બે પોલીસકર્મીઓને ઈજા
 • સુરેન્દ્રનગરમાં દલિત જૂથ પર હુમલો કરનારા આઠ શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
 • ધોરાજીમાં હિંસા કરી રહેલા ત્રણ યુવાનોની ધરપકડ
 • ગોંડલમાં વધુ એક દલિત યુવકે ઝેરી દવા પીધી, યુવક પરબડીનો રહેવાસી હોવાના અહેવાલ
 • કલેક્ટર દ્ગારા 29ની જુલાઈ સુધી કલમ 144 લાગુ કરવામા આવી
 • બોટાદ જિલ્લામાં 144ની કલમ લાગુ
 • રાજકોટમાં વધુ એક યુવકે ઝેર પીધું
 • તોફાની ટોળાંએ ભાવનગરના મુખ્ય બજારમાં શાકમાર્કેટમાં શાકભાજીની લારીઓ ઉંધી પાડી, કેટલીક દુકાનોમાં પણ કરી તોડફોડ.
 • મોરબી: હળવદમાં વેપારીઓએ બંધ પાળ્યો
 • ભાવનગર: ટોળાંને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ
 • રાજકોટ: મૃત પશુઓને લઈને આવતા 15 જેટલા દલિતોની અટકાયત કરાઈ
 • સુરેન્દ્રનગરના વઢવાણ પાસે દલિતોએ ભાવનગરથી આવતી ગુડ્સ ટ્રેનને રોકી
 • સુરેન્દ્રનગરના વઢવાણ પાસે દલિતોએ ભાવનગરથી આવતી ગુડ્સ ટ્રેનને રોકી
 • રાજકોટ:જામકંડોરણામાં દલિતોએ વેપારીઓને શાંતિ પૂર્વક બંધની અપીલ કરતાં સજ્જડ બંધ
 • જૂનાગઢ: વંથલી એસટી બસ ડેપોમાં તોડફોડ. ચાર બસોને નુક્સાન
 • રાજકોટમાં બંધની અસર નહિવત, સીએમ આવવાના હોવાથી શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત
 • પોરબંદરઃ ડીવાયએસપી કચેરીમાં કરાઈ તોડફોડ
 • ગીરસોમનાથમાં આધેડ વ્યક્તિએ ઘેર પીધું
 • ધોરાજીમાં બે યુવકોએ દવા પી કર્યો આત્મહત્યાનો પ્રયત્ન
 • બોટાદઃ બે વ્યક્તિએ કેરોસીન છાંડી આપઘાતનો પ્રયત્ન, યુવકો સારવાર હેઠળ
 • રાજકોટ અને વડોદરામાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન
 • સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે ચક્કાજામ કરાયો
 • પોરબંદર: એરપોર્ટ નજીક ટોળાંએ ખાનગી ટ્રાવેલ્સ બસ સળગાવી, પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો
 • ગીર સોમનાથ: આધેડ દલિતે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો
 • ઉનાઃ ઉનામાં દલિતો પર અત્યાચાર કરનારા લોકો સામે કડક પગલાં લેવાશે. આવી ઘટના બીજી વાર ન બને તેનું ધ્યાન રખશે. આવી જઘન્ય ઘટના પર રાજકારણ ન થવું જોઈએ. ઉના આવનારા લોકો માનવીય અભિગમ લઈને પીડિતોની ખબર પૂછવા આવે: આનંદીબેન
 • જામનગરના લાલપુર એસટી ડેપોમાં તોફાની ટોળાંએ ચાર બસોમાં તોડફોટ કરી. બસ સળગાવવાનો પ્રયાસ કરતાં હતાં ત્યારે જ પોલીસ આવતાં ટોળું ભાગ્યું
 • રાજકોટઃ સિટીબસને રૂ.30 લાખથી વધુનું નુકસાન
 • રાજકોટ-જૂનાગઢ એસટીબસ રૂટ બંધ કરાયો
 • પોરબંદરની મુખ્ય બજારમા કરાઈ તોડફોડ
 • પોરબંદરના MG રોડ પર તોડફોડ
 • 5થી 7 હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા
 • પથ્થરમારો કરી બસને રોકવામા આવી
 • એરપોર્ટ નજીક ખાનગી બસ સળગાવાઈ

રાજકોટ: રાજકોટ શહેરમાં સવારથી દલિત સમાજના લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. પરંતુ બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કંઈ અણધાર્યુ ન બને તે માટે પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.

જૂનાગઢઃ જૂનાગઢમાં દલિત અત્યાચાર મુદ્દે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. ભાગ્યે જ ક્યાંક દુકાન ખુલ્લી જોવા મળી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે.

ગોંડલ :શહેરમાં આજે બજારો બંધ રહી છે અને ખાનગી શાળાઓ બંધ રહી છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં એસ. ટી. બસના રૂટ બંધ કરી દેવાયા છે. જયારે ખાનગી શાળાઓ બંધ રહી છે. અને રાજકોટ-ગોંડલ વચ્ચે જ એસ. ટી.બસ વ્યવહાર ચાલુ છે.
  
માંગરોળ : માંગરોળ ડેપોની બસ અમરેલી રૂટ રવાનાં થયા બાદ કેશોદ ખાતે પથ્થરમારાનો ભોગ બનતા માંગરોળ ડેપોની તમામ રૂટો બંધ કરેલ છે તેમ ડેપો મેનેજરશ્રી સોલંકીએ ટેલીફોનીક વાતમાં જણાવેલ છે. માંગરોળમાં સંપૂર્ણ શાંતિ છે. અને કેટલીક સ્કુલોમાં રજા પાડવામાં આવી છે.  ગ્રામ્ય પંથકનાં કે અન્ય શહેરોમાંથી માંગરોળ આવવા એસ. ટી. બસ ન મળતા ટ્રાવેલ્સ વાળાઓની લોટરી લાગી ગઇ છે. એસ. ટી. બસ સેવા બંધ થતા સાંજના પેપરોથી વંચીત રહ્યા હતાં.

પડધરી : તાલુકા સમાજ દ્વારા મામલતદારશ્રીને આવેદન આપવામાં આવે છે કે ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પર થયેલ જુલ્મ અને અત્યાચારના વિરોધમાં આ કૃત્યને જધન્ય અપરાધ ગણીને વખોડી કાઢે છે.

આટકોટ : આટકોટ ગામ આજે સજ્જડ બંધ રહયું હતું. ઉના શહેરમાં દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે સમગ્ર સૌરાષ્ટ્રમાં તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે આજે આટકોટ ગામના દલિત સમાજનાં બંધના એલાનને પગલે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે આટકોટ ગામ બંધ રહયું હતું.