જંગલ વિસ્તારના પાંચ ગામોની કથળેલી સ્થિતિ બોડેલી તાલુકાના પાંચ ગામોમાં પ્રાથમિક શાળા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી - Sandesh
  • Home
  • Baroda
  • જંગલ વિસ્તારના પાંચ ગામોની કથળેલી સ્થિતિ બોડેલી તાલુકાના પાંચ ગામોમાં પ્રાથમિક શાળા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી

જંગલ વિસ્તારના પાંચ ગામોની કથળેલી સ્થિતિ બોડેલી તાલુકાના પાંચ ગામોમાં પ્રાથમિક શાળા અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી

 | 11:54 pm IST

ના બોડેલી તાલુકાના અત્યંત જંગલ વિસ્તારના પાંચ ગામોના વિદ્યાર્થીઓને પાંચમાં ધોરણ બાદ આગળ ભણવામાં મુશ્કેલીઓજાંબુઘોડા ઃ જાંબુઘોડા તાલુકાનેે અડીને આવેલા છોટાઉદેપુર જિલ્લા પડે છે. જેને લઇ પાંચ ગામના વાલીઓ દ્વારા નિવાસી ઉચ્ચ પ્રાથમિક શાળાની સુવિધા ટ્રાન્સપોર્ટેસનની સુવિધા અંગે તાલુકા શિક્ષણાધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ એક વર્ષ અગાઉ રજૂઆત કરી હતી. છતાં પણ આજદિન સુધી કોઇ જ સુવિધા ઉપલબ્ધ નહીં થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી આવે છે.

ગ્રામજનો દ્વારા એક વર્ષ પહેલાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોડ ટાપામાં આવતા ઝંડ, લાભીઆ, રાસ્કા, કઠીયારી તથા કાટકુવા ગામ જાંબુઘોડાથી ૧૧થી ૧૩ કિલોમીટરના અંતરે આવેલા છે. જંગલ વિસ્તારમાં આવેલા પાંચ ગામોમાં એકથી પાંચની પ્રાથમિક શાળા ચાલે છે. આ વિસ્તારમાં મોટા રાસ્કા, લાંભીઆ તથા ઝંડ સુધી ડામર રોડ છે. જયારે ઝંડ હનુમાન મંદિરની આગળ જંગલ વિસ્તારમાં આવેલ કઠીયારી ગામ ઝંડથી બે કિમી દુર છે. જયારે કાટકુવા ગામ તેનાથી પણ બે કિમી દૂર છે. પાંચ ગામની પાંચ પ્રાથમિક શાળાઓ આવેલી છે. હાલ આ તમામ શાળાઓમાં એકથી પાંચમા અભ્યાસ કરતાં લગભગ એંસી જેટલા વિદ્યાર્થીઓ છે. આ તમામ શાળાઓમાંથી દર વર્ષે ૨૦ થી ૨૫ બાળકો પાંચમંુ ધોરણ પાસ કરી છઠ્ઠામાં જાય છે. જેઓ આગળ અભ્યાસ કરવા ઇચ્છતા હોય છે પરંતુ રોજ સાત- આઠ કિમી ચાલીને કે પછી સાયકલો લઈનેે અવર-જવર કરવી પડે છે. જેથી અંતે શાળા જવાનું બંધ કરી દે છે.   શાળાએ ગયેલા બાળકો પાછા ન આવે ત્યાં સુધી કઠિયારી તથા કાટકુવા ગામના વાલીઓના જીવ અધ્ધર રહે છે. કારણ કે સાંજે પાંચ વાગ્યે શાળાએથી છૂટેલું બાળક અત્યંત જંગલ વિસ્તાર પસાર કરી ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી વાલીઓને ચિંતા સતાવ્યા કરે છે. જેથી આ પાંચ ગામના વાલીઓએ ગત વર્ષે ૨૫મી ઓગસ્ટે તાલુકા શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ નિવાસી ઉચ્ચ પ્રાથમિક શાળા અથવા તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવા અંગે આવેદનપત્ર આપી માગણી કરી હતી. વાલીઓની માગને લઈને કરેલી અરજીને એક વર્ષનો સમય વિતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈ જ સુવિધા મળેલ નથી. 

બાળકો આશ્રમ નિવાસીશાળામાં જતા રહે છે

આ તમામ પાંચે ગામના કેટલાય બાળકો એવા છે કે, જેઓએ અભ્યાસ છોડી દીધો છે અને કેટલાક બાળકો બહાર ગામ આશ્રમ શાળાઓમાં જતા રહે છે. જેથી આ પાંચ ગામના ગ્રામજનોની વ્હારે કોઈ આવશે કે કેમ તે અંગે પણ અનેક શંકા- કુશંકાઓ સેવાઇ રહી છે. જેથી લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રીત ક રે તે ઈચ્છનીય છે. 

 
 

મારી નિમણૂક એપ્રીલ ૨૦૧૬માં જ થઇ છે

એપ્રિલ ૨૦૧૬માં મારી નિમણૂંક છોટાઉદેપુુર જિલ્લામાં થઈ છે અને તે સમય બાદ જે કાંઇએ દરખાસ્તો / અરજીઓ આવી છે તે તમામ અરજીઓ ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરેલ છે. પરંતુ ૨૫-૮-૦૧૫ની અરજી અંગે હું જાણતો નથી પરંતુ તે અરજીની હું તપાસ કરાવડાવીશ આ પાંચે ગામના વાલીઓ વિદ્યાર્થીઓની સમસ્યાનો ગમે તે ઉકેલ લાવવાની કોશીશ કરીશ અને તેઓનો અરજીને વાંચી ધ્યાને લઈ મારાથી જે કાંઈ બનશે તે યોગ્ય કરીશ તેમ જણાવ્યુ હતું. મહેશ પ્રજાપતિ, છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી