જંબુસરમાં સફાઇ કામદારોની પડતર માગણીનો ૧૦ દિ'મા નિકાલની માંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જંબુસરમાં સફાઇ કામદારોની પડતર માગણીનો ૧૦ દિ’મા નિકાલની માંગ

જંબુસરમાં સફાઇ કામદારોની પડતર માગણીનો ૧૦ દિ’મા નિકાલની માંગ

 | 3:15 am IST

સફાઇ કામદારોએ પાલિકા મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું

। જંબુસર ।

અખિલ ગુજરાત સફઈ કામદાર સંઘ જંબુસર શાખા દ્વારા સફઇ કામદારોની પડતર માગણીઓનો દિન દસમાં નિરાકરણ કરવા બાબતે  મુખ્ય અધિકારીને નગરપાલિકા ખાતે આવેદનપત્ર સંઘના પ્રમુખની રાહબરી હેઠળ આપવામાં આવ્યું હતું.

જંબુસર નગરપાલિકામાં વાલ્મીકી સમાજના સફઈ કામદારોને વર્ષો જૂની પડતર બાર માગણીઓ અંગે વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવામાં આવી હતી.  જેમાં ભરતીમાં રોસ્ટર પ્રથા અને ફ્કિસ પ્રથા નાબુદ કરવા સફઈ કામદારોના વારસદારોને વીસ વર્ષ ઉપરાંતથી રોજમદાર તરીકે ફ્રજ બજાવે છે  તેમને સિનિયોરીટી પ્રમાણે કાયમી કરવા તથા દિવાળી બોનસ ચૂકવવા નિવૃત કર્મચારીનો ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળેલ છે તે કામ કરતા કર્મચારીઓને પણ લાભ મળવો જોઈએ.  સાતમાં પગાર પંચનો લાભ સહિતની માંગણીઓનો આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તથા અનેકવાર  સમાધાન થયા હોય તે પોકળ સાબિત થયેલ છે. તેની અમલવારી કરવામાં આવતી નથી. જેને લઇ જંબુસર શાખા પ્રમુખ  મણીલાલ ડી સોલંકીની રાહબરી હેઠળ લેખિત રજુઆત સાથે આવેદન પત્ર નગરપાલીકા ચીફ્ ઓફ્ીસર  પરાક્રમસિંહ મકવાણાને આપવામાં આવ્યું હતું.

આ સમયે મંત્રી બાબુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાલ્મિકી સમાજના સફઈ કામદારોના પગ ધોઈને સન્માનનીય શબ્દોથી બહુમાન કરી દેશ દુનિયામાં ગૌરવવંતા કર્યા છે. પરંતુ માત્ર સન્માનોથી પેટ ન ભરી શકાય  તેઓ ફ્ક્ત અધિકારોથી વંચિત રહેતા હોય છે. નવા મુખ્યમંત્રીના કાર્યકાળમાં સફઈ કામદારોના હિતમાં નિર્ણયો થવા  અને માગણીઓનું દસ દિવસમાં સુખદ નિરાકરણ લાવવા  જણાવ્યું હતુ.

જો સુખદ નિરાકરણ નહી આવે તો નાછુટકે કામદારો ગાંધીચીંધ્યા માર્ગે  તારીખ ૨૨/૧૦/૨૧ ના રોજ થી અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લેશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું હતું.  આવેદનપત્ર આપવા નગરપાલિકા ખાતે સફઇ કામદાર ભાઇ બહેનો હોદ્દેદારો હાજર રહ્યાં હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;