જંબુસર નગર પાલિકામાં વિવિધ ક્ષતિઓ દૂર કરવા સૂચના અપાઇ - Sandesh
  • Home
  • Newspaper
  • જંબુસર નગર પાલિકામાં વિવિધ ક્ષતિઓ દૂર કરવા સૂચના અપાઇ

જંબુસર નગર પાલિકામાં વિવિધ ક્ષતિઓ દૂર કરવા સૂચના અપાઇ

 | 4:37 am IST

સુરત ઝોનના પ્રાદેશિક કમિશનરની મુલાકાત

ા જંબુસર ા

સુરત ઝોનના નગરપાલિકાઓના પ્રાદેશીક કમિશનર આજરોજ પાલિકાની મુલાકાતે આવતા સત્તાધારી પક્ષ અને વિપક્ષે વિવિધ મુદ્દે કમિશનરને રજૂઆત કરી છે તેમજ પ્રાદેશીક કમિશનરે મુલાકાત દરમિયાન જણાઇ આવેલ ક્ષતિઓ બાબતે મુખ્ય અધિકારી અને પ્રમુખને પગલા ભરવા સૂચના આપી હોવાના સમાચાર સાંપડયા છે.

નગરપાલિકાઓના સુરતઝોનના પ્રાદેશીક કમિશનર ક્ષીપ્રા આગ્રે આજરોજ જંબુસર નગર પાલિકાની મુલાકાતે તેઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આવ્યા હતા. પ્રાદેશીક કમિશનર ક્ષીપ્રા આગ્રેએ તેમની પાલિકા ખાતેની મુલાકાત દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ, પીએમએવાય સ્વચ્છતા અભિયાન સંદર્ભે માહિતી મેળવી હતી. અને જરૃરી સૂચના ઓ પાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓને આપી હતી. પ્રાદેશીક કમિશનરની મુલાકાત ની જાણ નગરજનોને થતાં કેટલાક નગરજનોએ તેમના વિસ્તારની સમસ્યાઓની રજૂઆત કરી હી. સત્તાધારી પક્ષ અને વિપક્ષે પ્રાદેશીક કમિશનર સાથે મુલાકાત કરી નગરના અને પાલિકાના વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી.

પ્રાદેશીક કમિશનર ક્ષીપ્રા આગ્રે એ પત્રકારો સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, રેગ્યુલર રીવ્યુ મુલાકાતે આજે જંબુસર નગરપાલિકા ખાતે આવ્યા હતા. અને વિવિધ યોજના, તથા સ્વચ્છતા અભિયાન વિશે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. પ્રાદેશીક કમિશનર ક્ષીપ્રા આગ્રે એ વધુમાં જણાવ્યું હતું કે, જંબુસર નગર પાલિકાની મુલાકાત દરમિયાન જે ક્ષતિઓ જણાઇ આવેલ છે તે બાબતે પગલાં ભરવા મુખ્ય અધિકારી તથા પ્રમુખને સૂચના આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન