જખૌ પાસે ખિદરત ટાપુના કાંઠે બે સંદિગ્ધ વેપન્સ બોક્સ મળ્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • જખૌ પાસે ખિદરત ટાપુના કાંઠે બે સંદિગ્ધ વેપન્સ બોક્સ મળ્યા

જખૌ પાસે ખિદરત ટાપુના કાંઠે બે સંદિગ્ધ વેપન્સ બોક્સ મળ્યા

 | 2:00 am IST
  • Share

કચ્છના સીમાવર્તી વિસ્તારમાં આવતા અબડાસા તાલુકાના જખૌના દરિયા કાંઠેથી અત્યાર સુધી ચરસના પેકેટ તેમજ જેકેટ મળી આવ્યા હતા, ત્યારે આજે ગુરુવારે જખૌ મરીન પોલીસ તેમજ બીએસએફના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન બે સંદિગ્ધ વેપન બોક્સ મળી આવ્યા હતા. આ બે બોક્સ પૈકી એક બોક્સમાં વિસ્ફોટક પદાર્થ હોવાની શંકા સેવાઇ રહી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે સ્ટેટ આઇબી, બીએસએફ તેમજ જખૌ મરીનની ટીમ જખૌની સામે આવેલી ખિદરત ટાપુ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમ્યાન બે સંદિગ્ધ બોક્સ મળી આવ્યા હતા. જો કે, આ બોક્સ ક્યાંથી તણાઇને આવ્યા છે ? કોના છે ? કયા દેશના છે ? તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમ્યાન કેન્દ્રની જામનગરથી બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલની ટીમ જખૌ આવવા રવાના થઈ હોવાનું પણ કહેવાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો