જખૌ પાસે દરિયામાં બોટમાં માછીમાર બેભાન થઈ જતાં કોસ્ટગાર્ડે બચાવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • જખૌ પાસે દરિયામાં બોટમાં માછીમાર બેભાન થઈ જતાં કોસ્ટગાર્ડે બચાવ્યો

જખૌ પાસે દરિયામાં બોટમાં માછીમાર બેભાન થઈ જતાં કોસ્ટગાર્ડે બચાવ્યો

 | 2:00 am IST
  • Share

અબડાસા તાલુકાના જખૌ પાસેના દરિયામાં માછીમારી કરી રહેલી બોટના માછીમારના હૃદયના ધબકારા અચાનક જ સાવ ઘટી જતાં રેડિયો કોલથી કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી. તટરક્ષક દળના જહાજે દરિયામાં તેની ફરજ દરમિયાન માછીમારી બોટ સુધી પહોંચી હતી અને માછીમારને બોટમાં જ તાકીદની સારવાર આપીને બચાવી લેવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે નલિયાના સામૂહિહ આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષક દળનું જહાજ અરિંજય ૨૧ સપ્ટેમ્બરના તેની નિયમિત ફરજ પર હતું ત્યારે મદદ માટે રેડિઓે કૉલ પ્રાપ્ત થયો હતો. અરવિંદ માછીમારીની બોટમાં હતો ત્યારે તેના હૃદયના ધબકારા ખૂબ ઘટી ગયા હતા અને તે બેભાન થઇ ગયો હતો, તેની સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી જેની જાણ રેડિયો કોલ દ્વારા કરવામાં આવી હતી. અરિંજય જહાજ દ્વારા તાત્કાલિક તેમાં રહેલી મેડિકલ ટીમને માછીમારી બોટમાં મોકલવામાં આવી હતી અને ત્યાં દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું તેમને જાણવા મળ્યું હતું. ટીમે સતત સ્થળ પર તબીબી સહાયતા આપવાનું ચાલુ રાખ્યું હતું અને વધુ મેડિકલ સહાય માટે અન્ય માછીમારી બોટ દ્વારા તેને જખૌ લઇ જવાની વ્યવસ્થા કરી હતી. દર્દીને આગળની તબીબી સારવાર માટે ઝ્રઁઝ્ર નલિયા ખાતે મોકલવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા
મળ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો