જખૌ ૫ાસે દરિયામાં ટોકન લીધા વિના માછીમારી કરતાં ૪ માછીમાર પકડાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • જખૌ ૫ાસે દરિયામાં ટોકન લીધા વિના માછીમારી કરતાં ૪ માછીમાર પકડાયા

જખૌ ૫ાસે દરિયામાં ટોકન લીધા વિના માછીમારી કરતાં ૪ માછીમાર પકડાયા

 | 2:00 am IST
  • Share

જખૌના દરિયામાં ટોકન લીધા વિના માછીમારી કરતાં ૪ માછીમારોને પકડી પાડવામાં આવ્યા હતા. જખૌ મરીન પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧,૪૩,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસને બાતમી મળી હતી કે, જખૌ બંદર પર પાસ પરમિટ કે ટોકન લીધા વિના એક પીલાણી બોટથી માછીમારી કરીને કેટલાક માછીમારો દરિયામાંથી પરત આવ્યા છે. તેથી પોલીસે તપાસ કરતાં જીઁછછદ્બૈં ૈંગ્દડ્ઢ ય્ત્ન ૩૨ સ્ર્ં ૫૫૪૩ વાદળી, કેસરી તેમજ બ્લુ રંગના પટ્ટાવાળી બોટ મળી આવી હતી. પોલીસે આરોપી બશીરભાઇ ઉંમરભાઇ ઠૈયમ, (ઉ.વ.૩૯), અમીન ઉંમરભાઇ ઠૈયમ (ઉ.વ.૨૬), ઇરફાન સિધિકભાઇ ઠૈયમ (ઉ.વ.૨૨) તેમજ આદીલ સલીમ કુંડલિયા (ઉ.વ.૧૯) (રહે. તમામ હાલ જખૌ બંદર, મૂળ જાફરાબાદ, જિ.અમરેલી) ને પકડી પાડયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રિયલ કંપનીનો મોબાઇલ, મોબાઇલ, યાંત્રિક મશીન, પ્લાસ્ટિકની ટાંકી, એક બેટરી, પીલાણી બોટનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો