જનધન યોજનાના નાણાં ઉપાડવા બેંકો પર પડાપડી વચ્ચે અવ્યવસ્થા - Sandesh
  • Home
  • Newspaper
  • જનધન યોજનાના નાણાં ઉપાડવા બેંકો પર પડાપડી વચ્ચે અવ્યવસ્થા
 | 3:03 am IST

 

ભરૃચમાં ૪ વર્ષ બાદ નોટબંધી પછી બેંકો બહાર માંડવા – ખુરશીઓ લાગી

જિલ્લામાં ૩૧ બેંકોમાં ૨.૩૯ લાખ ખાતામાં રૃ. ૧૨ કરોડ જમા ઃ મહંમદપુરા બ્રાંચમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો છેદ

ભરૃચ ઃ ભરૃચની રાષ્ટ્રીયકૃત બેંકો ઉપર નોટબંધીના ૪ વર્ષ બાદ કોરોના લોકડાઉન વચ્ચે જનધનમાં જમા થયેલા નાણાં સહિત પેન્શન અને પગાર ઉપાડવા હાલ ખાતેદારોની ભીડ ઉમટી રહી છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બેંકો બહાર લોકોને ગરમીથી રક્ષણ આપવા મંડપ સહિત ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ મહિલા ખાતાધારકનાં એકાઉન્ટમાં લોકડાઉન વચ્ચે રૃપિયા ૫૦૦ જમા કરવામાં આવતા તેના ઉપાડ માટે હાલ મહિલાઓ સહિત ખાતાધારકો બેંકો ઉપર ઉમટી રહ્યા છે. ભરૃચ જિલ્લામાં ૩૧ બેંકોમાં ૨.૩૯ લાખ જનધન મહિલા ખાતામાં રૃપિયા ૫૦૦ એકસ ગ્રેશિયા ગ્રાન્ટ હેઠળ કુલ રૃપિયા ૧૨ કરોડ જમા કરવામાં આવતા નિયત કરેલી તારીખ અને બેંક ખાતાના પાછળના આંકડા મુજબ ઉપાડ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત ભરૃચ શહેર અને જિલ્લાની બેંકોમાં જનધન મહિલા ખાતેદારો જમા થયેલા રૃપિયા ઉપાડવા ભીડ વર્તાવવા લાગ્યા છે. જિલ્લામાં હાલ ૪૧ ડિગ્રીએ પહોંચેલા ગરમીના પારા વચ્ચે આકરી ગરમીમાં કોરોનાનાં કહેર વચ્ચે બેંકો બહાર લોકોને ભીડમાં ગરમીમાં શેકાવુ ન પડે તે માટે એસબીઆઈ સહિતની બેંકોએ મંડપો બાંધી દીધા છે. સાથે જ ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૬ માં નોટબંધી સમયે બેંકો બહાર લોકોની લાગતી લાંબી કતારો વચ્ચે આકરી ગરમીમાં બેંકો દ્રારા માંડવા અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર વર્ષ બાદ બેંકો બહાર ઉમટતી ભીડ વચ્ચે માંડવા, ખુરશીઓ અને પાણીની વ્યવસ્થા ઉભી કરાતા લોકોને નોટબંધીની યાદો તાજી થઈ રહી છે. બીઓબી મહંમદપુરા બ્રાંચ ઉપર નોટબંધી વખતે સર્જાતી લાંબી લચક કતારોનો સિલસિલો ૪ વર્ષ બાદ મંગળવારે જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન