જબુગામ પંથકનાં ગામોમાં ગરબે ઘૂમી રહેલું યુવાધન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જબુગામ પંથકનાં ગામોમાં ગરબે ઘૂમી રહેલું યુવાધન

જબુગામ પંથકનાં ગામોમાં ગરબે ઘૂમી રહેલું યુવાધન

 | 2:30 am IST

બોડેલી તાલુકામાં ઠેર ઠેર નવચંડી થઈ

ા જબુગામ ા

જબુગામ, ચલામલી,કોસિન્દ્રા પંથકમાં ગરબાનો રંગ જામ્યો છે જબુગામ માં રાજપુત ફ્ળિયાના મેઘબાઈ માતાનું મંદિર,અંબાજી મંદિર અને જુના બજાર વાવ પાસે આવેલ સિકોતર માતાના મંદિરે જબુગામનુ યુવાધન રાત્રિના ગરબે ઘુમે છે જબુગામ ના પગલે ચલામલી, કાશીપુરા, ટીંબરવા, મોરા ડુંગરી, ફ્ેરકુવા, વણધા વિગેરે ફ્ેણાઈ પંથકમાં પણ ગરબા જામ્યા છે. ચલામલીમા ગરબી ચોક,બસ સ્ટેન્ડ અને વણધા એમ ત્રિવેણી સંગમ રૂપે યુવાધન રાત્રિના આકષૅક ઝભ્ભા,કુતૉ,ઓઢણી પહેરીને બહેનો ચણિયાચોળી આકર્ષક આભૂષણોથી સુસજ્જ થઈને ગરબા,રમઝણીયુ વિગેરે રમીને ભરપૂર મનોરંજન લઇ રહ્યા છે ગરબામાં યુવાનોયુવતીઓ, માતાઓ,વડીલો રાતના ઉજાગરા કરીને નવરાત્રી પર્વમાં અનેરો આનંદ લઇ રહ્યા છે જબુગામ પંથકના યુવાધનમા નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી થઇ રહી છે તેમજ બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગરબાની રમઝટ જામી છે. કોસીન્દ્રા માં સાર્વજનિક ગરબા મહોત્સવ ના ગરબી ચોકમાં નવરાત્રિની રમઝટ બોલાવતા યૌવનધન હિલોળે ચડયું છે કોસીન્દ્રા સહિત આજુબાજુના ગામોમાંથી લોકો ગરબા મહાલવા ઉમટી પડે છે ત્યારે બોડેલી તાલુકામાં આઠમના દિનને અનુલક્ષીને તાલુકાના વિવિધ માતાજીના મંદિરો, શક્તિ પીઠોમા હોમ,હવન, પૂજા,અચૅના, આરતી તથા નવચંડીના કાયૅક્રમો યોજાયા હતા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;