જબોંગને ખરીદીને myntra બની દેશની સૌથી મોટી ઓનલાઈન ફેશન કંપની - Sandesh
  • Home
  • Technology
  • જબોંગને ખરીદીને myntra બની દેશની સૌથી મોટી ઓનલાઈન ફેશન કંપની

જબોંગને ખરીદીને myntra બની દેશની સૌથી મોટી ઓનલાઈન ફેશન કંપની

 | 6:57 pm IST

ફ્લિપકાર્ટની ઓનલાઈન ફેશન રિટેલર મિન્ત્રાએ તેની હરીફ કંપની જબોંગને ખરીદી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને કંપનીઓ વચ્ચે ડીલ પર સાઈન કરવામાં આવી છે. અગાઉ જબોંગને ખરીદવા માટે ફયુચર ગ્રુપ, સ્નેપડીલ આદિત્ય બિરલાની એબોફ સહિતની કંપનીઓ વાત ચલાવી રહી હતી.

જબોંગના વેચાણમાં ઘટાડો થઈ રહ્યો હતો અને મેનેજમેન્ટમાં ઝડપથી ફેરફાર જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં જબોંગને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે જબોંગના ફાઉન્ડર અરૂણ ચંદ્રન મોહન અને પ્રવીણ સિન્હાએ કંપની છોડી છે. જબોંગના ઓનરે સંજીવ મોહંતીને કંપનીના નવા સીઈઓ બનાવ્યા છે.

જબોંગની શરૂઆત જર્મન ઈન્કયુબેટર રોકેટ ઈન્ટરનેટના બેનર હેઠળ વર્ષ 2012માં થઈ હતી. આ કંપનીમાં સ્વીડનની કંપની કનનેવિકનો પણ મોટો હિસ્સો છે. જેબોંગની પાસે 1,500થી વધુ ઈન્ટરનેશનલ હાઈ-સ્ટ્રીટ બ્રાન્ડસ, સ્પોર્ટલેબલ, ઈન્ડિયન ડિઝાઈન લેબલ છે. કંપનીની પાસે 1.50 લાખથી વધુ સ્ટાઈલ્સને વેચનારા એક હજાર કરતા પણ વધુ સેલર્સ છે.  જેબોંગની રેવન્યું વર્ષ 2016ના પ્રથમ કવાર્ટરમાં 14 ટકા વધીને 243.78 કરોડ રૂપિયા થઈ હતી.

આ ડીલ બાદ ફ્લિપકાર્ટની મિન્ત્રા દેશની સૌથી મોટી ઓનલાઈન ફેશન કંપની બનશે.  તેનો એમેઝોન, સ્નેપડીલ અને આદિત્ય બિરલાની એબોફ સહિતની ફેશન કંપનીઓ સાથે મુકાબલો થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન