જમાલપુરના મોમનાવાડમાં ત્રણ મકાન ધરાશાયી, એક મહિલા સહિત ૩ દટાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જમાલપુરના મોમનાવાડમાં ત્રણ મકાન ધરાશાયી, એક મહિલા સહિત ૩ દટાયાં

જમાલપુરના મોમનાવાડમાં ત્રણ મકાન ધરાશાયી, એક મહિલા સહિત ૩ દટાયાં

 | 2:00 am IST
  • Share

જમાલપુરમાં સોમવાર સવારે ત્રણ મકાનો અચાનક ધરાશાયી થયા હતા. જેમાં ત્રણ વ્યકિતઓ કાટમાળ નીચે ફસાતા લોકોના જીવ તાળવે ચોટીં ગયા હતા. સ્થાનિકોએ કાટમાળ નીચે દબાઇ ગયેલા બે પુરુષ અને એક મહિલાને સહીસલામત રીતે રેસ્કયૂ કરીને બહાર કાઢયા હતા. સદ્નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી.

જમાલપુરના મોમણવાડ ખાતે સોમવાર સવારના ૧૧.૧૫ વાગ્યાની આસપાસ ત્રણ જર્જરિત મકાનો વરસાદના કારણે ધરાશાયી થયા હતા, જેમાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરાતા તેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, ફાયર કે પોલીસની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક રહીશોએ ત્રણેયને સહીસલામત બહાર કાઢયા હતા. બાદમાં ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવીને બાજુના મકાનમાં ફસાયેલા ૪ લોકોનું રેસ્કયૂ કરીને બહાર લાવ્યા હતા. બીજી બાજુ કોર્પોરેશનના એસ્સ્ટે વિભાગ દ્વારા ચાલીમાં રહેલા અન્ય ૮ જેટલા જર્જરિત મકાનોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે જર્જરિત મકાનો ઉતારી દેવા આદેશ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વરસાદ પડતાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું

આ અંગે મધ્યઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીએ જણાવ્યું હતું કે, જમાલપુરના મોમનાવાડમાં વર્ષો જૂનું મકાન હોવાથી વરસાદ પડવાના લીધે તે ધરાશાયી થઇ ગયું હતું. મકાન જર્જરિત હોવા અંગે કોઇ નોટિસ આપી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન