જમીન મકાનના ધંધાર્થીની ઓફિસનાં તાળાં ખોલી લોડેડ રિવોલ્વરની ઉઠાંતરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જમીન મકાનના ધંધાર્થીની ઓફિસનાં તાળાં ખોલી લોડેડ રિવોલ્વરની ઉઠાંતરી

જમીન મકાનના ધંધાર્થીની ઓફિસનાં તાળાં ખોલી લોડેડ રિવોલ્વરની ઉઠાંતરી

 | 2:00 am IST
  • Share

શહેરમાં યાજ્ઞિાક રોડ નજીક આવેલ ડો. દસ્તૂરમાર્ગ પર વિરલ બિલ્ડિંગમાં જમીન મકાનના ધંધાર્થીની ઓફિસના તાળા ખોલી તિજોરી સહિત તસ્કરો લોડેડ રિવોલ્વરની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાતા એ ડીવીઝન પોલીસે  જાણભેદૂ હોવાની શકાએ શકમંદોની પૂછપરછ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અક્ષર માર્ગ પર ચિત્રકૂટ ધામમાં રહેતા જમીન મકાનનો ધંધો કરતા ભાવિનભાઈ લલીતભાઈ ભાલોડીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની દસ્તૂર માર્ગ પર વિરલ બિલ્ડિંગમાં ત્રીજા માળે વિરલ ડેવલોપર્સ નામની જમીન મકાનની ઓફિસના તાળા ખોલી તસ્કરો તેની ૭૦ હજારની કિંમતની લોડેડ રિવોલ્વર તેમજ ૬ કાર્ટીસની કોઈ તસ્કર ઉઠાંતરી કરી ગયાનું જણાવ્યું હતું.

ફરીયાદમાં વધુ જણાવ્યું હતું કે,  ગઈ તા.૯ના રોજ તેની ઓફિસમાં માણસો તેમજ પિતરાઈ ભાઈ બેઠા હતા તે દરમિયાન તે માધાપર ચોકડી પાસે જમીન જોવા માટે ગયા હતા. દરમિયાન ત્યાંથી તેના ઘેર નીકળી ગયા હતા.

બીજા દિવસે સવારે તેની ઓફિસે ગયા હતા ત્યારે તેની ચેમ્બરનો દરવાજો ખુલ્લો હોય અને તેની ડીઝીટલ તિજોરીમાં લોડેડ રિવોલ્વર રાખી હોય તે તિજોરી જોવામાં નહી આવતા તેના સ્ટાફને પૂછપરછ કરી તપાસ કરી હતી પરંતુ કોઈ શખસો ઓફિસના તાળા ખોલી તિજોરી ઉઠાવી ગયાનું બહાર આવ્યાનું જણાવતા જમાદાર એમ.પી. સરમટાએ ગૂનો નોંધી શકદારોની પૂછપરછ કરી આરોપીને પકડી લેવા મથામણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન