જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકને જામીન મળતાં જ ફરાર - Sandesh
  • Home
  • Baroda
  • જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકને જામીન મળતાં જ ફરાર

જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામકને જામીન મળતાં જ ફરાર

 | 3:16 am IST

ખેત તલાવડી કૌભાંડમાં કે.જી.ઉપાધ્યાય સામે સુરતમાં ૪ ગુના નોંધાયા

મદદનીશ નિયામક ઉપાધ્યાયના ઘરે વડોદરા એસીબીના દરોડા, કોઈ ન મળ્યું

ા વડોદરા ા

વડોદરા જિલ્લાના સોખડા તથા બરકાલ ગામે ખેતરોમાં કાગળ પર જ ખેત તલાવડી બતાવી સરકારને રૃ. ૧૧.૬૪ લાખનો ચૂનો ચોપડનાર જમીન વિકાસ નિગમના ભેજાબાજ મદદનીશ નિયામક કે.જી.ઉપાધ્યાય વિરુદ્વ સુરત એસીબીમાં પણ ચાર ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આરોપીને જામીન મળતાં જ ફરાર થઈ ગયા છે.

રાવપુરા પોલીસ સ્ટેશન પાછળ આવેલી જમીન વિકાસ નિગમની કચેરીના ૬ ભ્રષ્ટ્ર કર્મરીઓએ સોખડાના ૯ અને શિનોરના બરકાલ ગામના ૪ સર્વે નંબરોના ખેતરોમાં ખેત તલાવડી બતાવી હતી. ત્યારબાદ આરોપીઓએે બોગસ બીલના આધારે સરકાર પાસેથી રૃ. ૧૧.૬૪ લાખ મેળવી લીધા હતા.

આ કૌભાંડમાં એસીબીએ મદદનીશ નિયામક એન.એચ.પટેલ (રહે, મોડાસા) ફિલ્ડ સુપરવાઈઝર કે.જે.શાહ (રહે, માઈકૃપાનગર, કારેલીબાગ) અને ક્ષેત્ર મદદનીશ એન.સી.રાઠવા (રહે, જીત ટેનામેન્ટ, વાઘોડિયા – ડભોઈ રીંગ રોડ)ની ધરપકડ કરી છે. જ્યારે આજ કેસમાં સંડોવાયેલા ભેજાબાજ મદદનીશ નિયામક કે.જી.ઉપાધ્યાયે અગાઉ સુરતના માંડવી તાલુકાનું કરવત ગામ, માંગરોલ તાલુકાના સેલારપુર અને લવેટ ગામ તેમજ મઉવાના ગઢોઈ ગામમાં પણ ખેત તલાવડીનું કૌભાંડ આચર્યું હતું. જેથી ઉપાધ્યાય વિરુદ્વ સુરત એસીબીમાં ચાર ગુના નોંધાયા હતા. આ કેસમાં આરોપી કે.જી. ઉપાધ્યાયને હાઈકોર્ટે જામીન આપતા પર છોડતાં જ ફરાર થઈ ગયો છે. વડોદરા એસીબીએ આરોપીના ઘરે દરોડા પાડયા હતા, પરંતુ મળી આવ્યો ન હતો.

;