જમીન સંપાદન - ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસની કોર્પોરેશનને રૂ.૧૬૭ કરોડની આવક થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જમીન સંપાદન – ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસની કોર્પોરેશનને રૂ.૧૬૭ કરોડની આવક થશે

જમીન સંપાદન – ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસની કોર્પોરેશનને રૂ.૧૬૭ કરોડની આવક થશે

 | 2:30 am IST

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઃ છાણીથી માણેજા વચ્ચેની જમીન સંપાદીત કરાશે

જમીનોનો આગોતરો કબજો સોંપવા સહિતની મંજૂરી માગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ  

ા વડોદરા ા  

મુંબઈઅમદાવાદ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (ગ્દઁજીઇઝ્રન્) બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છાણીથી માણેજા સુધીની કોર્પોરેશનની માલીકીની જુદા જુદી ટીપી સ્કીમોની જમીનો સંપાદીત કરાશે. જેમાં ૨૦૧૧ની જંત્રીના ડબલ ભાવ પ્રમાણે જમીન સંપાદનનુ વળતર અને ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જ મળીને કોર્પોરેશનને રૂ. ૧૬૭ કરોડની આવક થશે. જે માટે મંજૂરી માગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરાઈ છે. જે વિશે ૧૮મી સપ્ટેમ્બરે સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાશે.  

શહેરના છાણી વિસ્તારથી લઈને વડોદરા રેલવે સ્ટેશન થઈને માણેજા સુધીની ખાનગી, સરકારી અને મ્યુનિ.કોર્પોરેશનની જમીનો પથરેખામાં આવે છે. જે પૈકી મ્યુ.કોર્પોરેશને ભૂતકાળમાં રસ્તારેષા ખુલ્લી કરવા વળતર ચૂકવી સંપાદન કરેલ જમીનો ઉપરાંત સ્ટેશન વિસ્તારમાં આવેલી રસ્તા પૈકીની નાળિયા પૈકીની જમીનો અને ફાઈનલ ટીપી સ્કીમ નં.૧૩ (છાણી), ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૪૮, ૪૯ (છાણી) વિગેરેની જમીનોનો સમાવેશ થાય છે. જુદી જુદી ૩૯ સર્વે નંબરવાળી કોર્પોરેશને સંપાદિત કરેલ ૯૫૨૩.૨૩ ચોરસ મીટર જમીન સરકારની ૨૦૧૧ની જંત્રીના ડબલ ભાવે અને બીજી ૮ સર્વે નંબરવાળી રસ્તાઅને નાળીયા રસ્તા પૈકીની રાઈટ ઓફ વેવાળી ૭૫૦૮.૯૧ ચો.મી. જમીનો પણ સરકારના ૨૦૧૧ના જંત્રીના ડબલ ભાવે વળતર મેળવી અને તે તમામ જમીનો ગ્દઁજીઇઝ્રન્ને સોપ્યા પછી પણ કોર્પોરેશન દ્વારા રસ્તા તરીકે ઉપયોગ કરવાની શરતે સોંપાશે.બિલ્ડીંગનો ટોટલ બિલ્ટ અપ એરીયા ફર્સ્ટ ફ્લોર મળીને કુલ ૨૫૦ ચો.મી. બાંધકામનો ખર્ચ રૂ. .૨૮ કરોડ થાય છે તેમજ ટુરીસ્ટ ઈન્ફર્મેશનવાળી જમીનની કિંમત પણ ગણતરીમાં લેવાઈ છે. તેમજ ફાઈનલ ટીપી સ્કીમ નં.૧૩ છાણી, ડ્રાફ્ટ ટીપી ૪૮ અને ૪૯ પૈકીમાંથી પસાર થતી પથરેખામાં આવતી ગ્દઁજીઇઝ્રન્ દ્વારા સામેલ સુચિત ડ્રાફ્ટ ચીપી સ્કીમ નં.૩૧ (માંજલપુરનાગરવાડાવડસર), ૩૨ વડસર, ૩૩ માણેજાના રેવન્યુ સર્વે નંબરકોન્ટ્રીબ્યુશન ચાર્જ ગ્દઁજીઇઝ્રન્ પાસેથી વસૂલવાના નીકળે છે. તેમજ મંજૂર ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં.૪૮ છાણી, મંજૂર ડ્રાફ્ટ ટીપી ૪૯ છાણીના ટીપી રસ્તાની જમીનોનુ વળતર જંત્રીના ડબલ ભાવથી કોર્પોરેશનને મળ્યેથી આ જમીનો ગ્દઁજીઇઝ્રન્ને ફાળવવા અને ઈન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન ચાર્જ વસૂલવા કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;