જરોદ નજીક સ્કૂલમાં મંદબુદ્ધિના વિદ્યાર્થીઓના ગરબા યોજાયા - Sandesh
  • Home
  • Baroda
  • જરોદ નજીક સ્કૂલમાં મંદબુદ્ધિના વિદ્યાર્થીઓના ગરબા યોજાયા

જરોદ નજીક સ્કૂલમાં મંદબુદ્ધિના વિદ્યાર્થીઓના ગરબા યોજાયા

 | 3:16 am IST

 

ા જરોદ ા

વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલી મંદબુદ્ધિના બાળકોની અનમોલ સ્કૂલમાં ગરબા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં અનમોલ સ્કૂલની સાથે વડોદરા શહેરની બાલગોપાલ શાળા, બાલ ભવન, ધી વન સિક્યુરીટી, સંકલ્પ, કલરવ, સહાય અભિલાષા, સેવાતીર્થ, ઉર્િમ, સ્પંદન, કિલ્લોલ અને પોર્ટગોરજની મંદબુદ્ધિની શાળાના બાળકોએ પણ આ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો.

આ ગરબા મહોત્સવમાં વડોદરાના પૂર્વ ક્રિકેટર ર્માિટન જેકોબ, રોટોફિલ્ટ કંપનીના કિશોર મકવાણા સહિતની હસ્તીઓએ મંદબુદ્ધિના બાળકોના ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. મંદબુદ્ધિના બાળકોને ગરબા ગાતા જોઇ હાજર મહેમાનો પમ ખુશ થઇ ગયા હતા. મંદબુધ્ધિના બાળકોના ગરબા મહોત્સવામા ભારે ઉત્સાહ જોવા મળતો હતો. વડોદરાની શાળાના બાળકોએ પણ મહોત્સવમોં હોંશભેર ભાગ લીધો હતો.

;