જર્મનીમાં ૧૭ વર્ષનાં યુવક દ્વારા ટ્રેનમાં કુહાડી વડે હુમલો : ચારને ઈજા - Sandesh
  • Home
  • World
  • જર્મનીમાં ૧૭ વર્ષનાં યુવક દ્વારા ટ્રેનમાં કુહાડી વડે હુમલો : ચારને ઈજા

જર્મનીમાં ૧૭ વર્ષનાં યુવક દ્વારા ટ્રેનમાં કુહાડી વડે હુમલો : ચારને ઈજા

 | 3:56 am IST

બર્લિન :

દક્ષિણ જર્મનીમાં માથાના ફરેલા એક ૧૭ વર્ષના યુવકે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકો પર કુહાડી અને ચપ્પુથી આડેધડ હુમલો કરતા ચાર લોકો ઘવાયા હતા. જેમાં ત્રણની હાલત ગંભીર છે.

આ હુમલાખોર આઈએસ દ્વારા પ્રભાવિત હતો. તેનાં ઘરની બહાર આઈએસઆઈએસનો ફ્લેગ ફરકતો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આખરે યુવકને ઠાર મારવામાં આવ્યો હતો. હુમલાખોર અફઘાન શરણાર્થી હતો અને હુમલા વખતે અલ્લાહુ અકબરનાં નારા બોલતો હતો. તે ઓશેનફર્ટ, બવેરિયાનો નાગરિક હતો.  

વુર્જબર્ગ પોલીસનાં જણાવ્યા મુજબ ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે એકને આંશિક ઈજા થવા પામી હતી. આ હુમલો બવેરિયામાં વુર્જબર્ગથી ટ્રેચલિંગન તરફ જતી લોકલ ટ્રેન હતી. હુમલામાં આઈએસનો હાથ હોવાની સંભાવના છે. શરૂઆતમાં ૨૦ લોકોને ઈજા થયાનાં સમાચાર હતા. જો કે પછીથી ઈજાગ્રસ્તોનો સાચો આંકડો જાહેર કરાયો હતો.